બોન્ડેડ તબીબી વિદ્યાર્થીઓના પ્રશ્નો ન ઉકેલાતા જામનગરમાં વિરોધ પ્રદર્શન

04 August 2021 02:01 PM
Jamnagar Saurashtra
  • બોન્ડેડ તબીબી વિદ્યાર્થીઓના પ્રશ્નો ન ઉકેલાતા જામનગરમાં વિરોધ પ્રદર્શન

જુનિયર ડોક્ટર એસોસિએશને ડીનને આવેદનપત્ર આપી વ્યાજબી માંગણીઓ ઉકેલવા માંગ કરી: સરકાર જો ન્યાય ન આપે તો હડતાળ ઉપર જવાનું અલ્ટીમેટમ અપાયું

જામનગર તા.4
જામનગરની જી.જી. હોસ્પિટલમાં પીજીની ડીગ્રી ધરાવતા બોન્ડેડ વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓ અને સરકારી પરિપત્રમાં સુધારાની માંગ સાથે આજે જુનિયર ડોકટર એસોસીએશન દ્વારા મેડીકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એવી ચિમકી આપવામાં આવી હતી કે જો સરકાર તાત્કાલીક નિર્ણય નહીં કરે તો હડતાળ ઉપર જવાનું અલ્ટીમેટમ અપાયુ છે.

આજે જામનગર મેડીકલ કોલેજના પટાંગણમાં તાજેતરમાં જ ઉર્તિણ થયેલા પીજી મેડીકલના ડીગ્રી અને ડીપ્લોમાં વિદ્યાર્થીઓએ પોતાની ફરજ ઉપરથી અળગા રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જુનિયર ડોકટર એસોસીએશન જામનગરના નેજા હેઠળ આ વિદ્યાર્થી ડોકટરોએ ડીનને આવેદનપત્ર આપતા પોતાની વિવિધ ચાર માંગણીઓ રજૂ કરી હતી. જેમાં બોન્ડેડ સર્વિસનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે તેમજ બીજા તબીબ અધિકારીઓની માફક જ સાતમા પગાર પંચ મુજબ વેતન આપવામાં આવે અને પ્રથમ વર્ષ રેસીડેન્ટ ડોકટર ન હોવાને લીધે વહિવટી તંત્ર દ્વારા શૈક્ષણિક લાયકાત મુજબ નિમણુંક આપવામાં આવે તેમજ અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ અમલવારી કરવામાં આવે તેવી માંગણી જુનિયર ડોકટર એસોસીએશન દ્વારા આપવામાં આવી છે.

આવેદનપત્ર આપતા જુનિયર ડોકટર એસોસીએશનના આગેવાન ડોકટર ગૌરાંગએ જણાવ્યું છે કે, જો સરકાર આ વ્યાજબી માંગણીઓ નહીં સ્વીકારે તો સરકારી મેડીકલ કોલેજમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાશે તેવું અલ્ટીમેટમ આપ્યુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement