ઓલિમ્પિક: કુસ્તીમાં રવિકુમાર ફાઈનલમાં: મહિલા બોક્સર લવલિનાને બ્રોન્ઝ

04 August 2021 04:08 PM
India Sports
  • ઓલિમ્પિક: કુસ્તીમાં રવિકુમાર ફાઈનલમાં: મહિલા બોક્સર લવલિનાને બ્રોન્ઝ

ભારતને ચોથો મેડલ: બોક્સિગંમાં લવલિનાનો સેમિફાઈનલમાં પરાજય થતાં બ્રોન્ઝ મેડલથી જ માનવો પડશે સંતોષ: રવિકુમાર દહિયાએ સેમિફાઈનલમાં કઝાકિસ્તાનના પહેલવાનને ધૂળ ચાટતો કરી દીધો

નવીદિલ્હી, તા.4
ઓલિમ્પિકમાં ભારતનો ચોથો મેડલ પહેલવાન રવિ દહિયાએ મેડલ પાક્કો કરી લીધો છે. તેણે 57 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં કઝાકિસ્તાનના નૂરીસ્લામ સનાયેવને પછડાટ આપી છે તેથી હવે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે.

થોડી જ વારમાં 86 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં દીપક પુનિયાનો મુકાબલો અમેરિકી પહેલવાન ડેવિડ મોરિસ ટેલર સામે થશે તેથી અહીં પણ મેડલની આશા યથાવત છે. બીજી બાજુ ભારતીય મહિલા બોક્સર લવલિના બોરગોહેનનો સેમિફાઈનલમાં પરાજય થતાં તેણે બ્રોન્ઝ મેડલથી સંતોેષ માનવો પડશે. આમ છતાં પ્રથમ વખત જ ઓલિમ્પિકમાં ઉતરીને બ્રોન્ઝ જીતનારી લવલિના પહેલી બોક્સર બની રહેશે તો મેરિકોમ અને વિજેન્દરસિંઘ બાદ મેડલ જીતનારી ત્રીજી ભારતીય બોક્સર બની ગઈ છે.

મહિલા કેટેગરીમાં અંશુ મલિક પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બુલ્ગારિયાની ઈરિયાના કુરાચકિના સામે હારી ગઈ છે. કુરાચકિના સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જો તે ફાઈનલમાં જીતી જાય છે તો અંશુ રેપચેઝ રાઉન્ડમાં પ્રવેશ કરી જશે ત્યાં તેની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક હોય છે. કુશ્તીમાં ફાઈનલમાં પહોંચનારા પહેલવાનોમાં જે હરિફોને હરાવ્યા હોય છે તેના વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો રમાય છે અને તેને જ રેપચેઝ રાઉન્ડ કહેવામાં આવે છે.

દરમિયાન રવિ દહિાએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ અને ફાઈનલમાં પોતાની બાઉટ ટેક્નીકલ સુપીરિયારિટીના આધારે જીતી લીધી છે. કુશ્તીમાં જો કોઈ પહેલવાન હરિફ ખેલાડી ઉપર 10 પોઈન્ટની લીડ હાંસલ કરી લ્યે છે તો તેને ટેક્નિકલ સુપીરિારિટીના આધારે તાત્કાલિક જીત મળી જાય છે. રવિએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાના ઓસ્કર ઓડ્ડુઆડો ટિગ્રેરોસને 13-2થી હરાવ્યો છે.

જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં તેણે બુલ્ગારિયાના જિયોર્જી વેલેન્ટીનોવ વાંગેલોવને 14-4થી હરાવ્યો હતો. સુશીલ કુમારમાંથી શીખીને કુશ્તીમાં કરિયર બનાવનારા દીપિક પુનિયાએ પણ પ્રથમ બે રાઉન્ડમાં શ્રેષ્ઠ જીત હાંસલ કરી છે. તેણે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં નાઈઝીરિયાના એકેરેકેમે એગિયોમોરને 12-1થી હરાવ્યો છે. ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલમાં દીપકે ચીનના લિન જુશેનને 6-3થી હરાવ્યો હતો.

બરછી ફેંકમાં નિરજ ચોપડાની ફાઈનલમાં એન્ટ્રી: શનિવારે મુકાબલો
ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસની સવાર ભારતીય ચાહકો માટે આશાની કિરણો લઈને આવી હતી. જેવલિન (બરછી ફેંક) થ્રોમાં ભારતીય ખેલાડી નીરજ ચોપડાએ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. બરછી ફેંક (જેવલિન થ્રો)ની રમતમાં નીરજ ચોપડા પુલ ‘એ’માં સામેલ છે. તેણે પોતાના પહેલાં જ પ્રયાસમાં 86.65 મીટર દૂર થ્રો ફેંક્યો હતો. આ સાથે જ તેણે ભારત માટે મેડલની આશા ઉજળી કરી દીધી છે.

ચોપડાની ઓલિમ્પિકની તૈયારીઓ ઈજા તેમજ કોરોના મહામારીને કારણે પ્રભાવિત થઈ હતી પરંતુ તેણે પોતાના ચાહકોને બિલકુલ નિરાશ કર્યા નથી અને ઓલિમ્પિકમાં પોતાના પહેલાં જ થ્રો ઉપર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી બાજુ બીજા ભારતીય થ્રોઅર શિવપાલસિંહ ફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયા છે. તેણે ત્રીજા પ્રયાસે 74.81 મીટરનો થ્રો કર્યો હતો. આ પહેલાં તેણે બીજા પ્રયાસમાં 74.80 મીટર અને પહેલાં પ્રયાસમાં 76.40 મીટરનો થ્રો કર્યો હતો. ફાઈનલમાં પહોંચેલા નીરજનો મુકાબલો હવે 7 ઓગસ્ટે થશે.


Related News

Loading...
Advertisement
Advertisement