હવે પૂર્વ ડીજીપી વણઝારા મેદાનમાં : કાલે ગાંધીનગરમાં ગુજરાત સંત મિલન સમારોહ

04 August 2021 04:49 PM
Ahmedabad Saurashtra
  • હવે પૂર્વ ડીજીપી વણઝારા મેદાનમાં : કાલે ગાંધીનગરમાં ગુજરાત સંત મિલન સમારોહ

રાજયભરના સંતો એકત્રીત થશે : ઋષિપંચના દિવસે પાંચ કરોડ ગુજરાતીઓના હિન્દુ ધર્મ સત્તાની વિધિવત જાહેરાત

ગાંધીનગર, તા. 4
દેશમાં રાજસત્તા અને ધર્મસત્તા પૂર્ણ થઇ સમાજ સંસ્કૃતિ રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી પરંપરા ચાલુ હતી પરંતુ 1947થી ધર્મનિરપેક્ષ ના નામે ધર્મ સત્તાનો છેદ ઉડાડવામાં આવ્યો હોવાનો દાવો રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા એ કર્યો છે આ અંગેની વિગતો પત્રકાર પરિષદમાં આપતા તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે ગાંધીનગર ખાતે રાષ્ટ્રધ્વજના મંચ હેઠળ ગુજરાતના સંત મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુરુવંદના મંચ હેઠળ ધર્મસત્તા અને દેશમાં કાયદેસરનું સ્થાન મળે અને તેની ભૂમિકા પ્રાપ્ત થાય તેનો સંકલ્પ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું તો બીજી તરફ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે ગાંધીનગરમાં આવતીકાલે આયોજિત ગુજરાત સંત મિલન સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ-સંતો એકત્રિત થશે તેમ જણાવ્યું હતું કે આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે આજે ધર્મ-નિરપેક્ષ ના નામે ધર્મસત્તા નો છેદ ઉડાડવા થી દેશ અને સમાજનો વિકાસ રૂંધાયો છે.

ત્યારે દેશમાં હિંદુ ધર્મ સત્તા ઊભી થવી જોઈએ અને તે માટે આવતીકાલે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી નામાંકિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે અને કોરોના ની ગાઈડલાઈન આ તમામ નિયમોનું ચુસ્ત પાલન કરી ગુરુવંદના મંચની ઘોષણા કરવામાં આવશે અને ત્યારબાદ 11 સપ્ટેમ્બરના રોજ ઋષિ પંચમીના દિવસે પાંચ કરોડ ગુજરાતીઓના હિંદુ ધર્મ સત્તાની વિધિવત જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું કે આ તબક્કે તેમણે તેમના સત્તાકાળ માં થયેલા એન્કાઉન્ટર અંગે સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં મારા ઉપર થયેલા તમામ કેસોમાંથી ન્યાયાલય દ્વારા મને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં ત્યારબાદ મને મળવા પાત્ર પ્રમોશન પણ મળી હોવાનો એકરાર કર્યો હતો આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર એ સાચા કાયદેસર અને ફરજના ભાગરૂપે હોવાનું પ્રસ્થાપિત થયું છે ત્યારે આજે પ્રત્યેક કેસોમાંથી કોર્ટ દ્વારા મને ક્લિનચીટ મળી હોવાનો સ્વીકાર કર્યો હતો અને હવે દેશ રાજ સમાજ તેમજ ધર્મ હિત માટે યોગ્ય કાર્ય કરવા માટે તત્પરતા દર્શાવી હતી.

ધારાશાસ્ત્રી અંશ ભારદ્વાજ અને સી.એચ.પટેલનું સન્માન
રાજકોટ : ધારાશાસ્ત્રી અંશભાઇ ભારદ્વાજ તથા સી.એચ.પટેલ લીગલ સેલમાં સંયોજક તરીકે નિમણુંક થતા તેમનું સન્માન કરતા જયુભાઇ શુકલ, પ્રશાંતભાઇ જોષી, કપીલભાઇ શુકલ, હિતેશભાઇ દવે, વિનુભાઇ વ્યાસ અને ભરતભાઇ આહ્યા વગેરે વકીલો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી દ્વારા બંનેની નિમણુંકોને આવકારી સન્માન કરાયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement