હવે સંસદ બહાર પણ ધમાલ થવા લાગી : કોંગ્રેસ અને અકાલીદળના સાંસદ બાખડયા

04 August 2021 04:57 PM
India Politics
  • હવે સંસદ બહાર પણ ધમાલ થવા લાગી : કોંગ્રેસ અને અકાલીદળના સાંસદ બાખડયા

કૃષિ કાનૂન સંબંધીત ધરણા મુદ્દે અકાલીદળના હરસીમરત કૌર અને કોંગ્રેસના રવનીતસિંહ બીટ્ટુ વચ્ચે તડાફડી : ધરણાને ડ્રામા બતાવ્યા

નવી દિલ્હી તા.4
પેગાસસ સહિતના મામલે સંસદની અંદર તો ધમાલ છે જ પરંતુ હવે સંસદની બહાર પણ સાંસદો વચ્ચે હવે તડાફડી શરૂ થઇ ગઇ છે અને આજે અકાલીદળ તથા કોંગ્રેસના સાંસદ કૃષિ કાનૂનના મુદ્દે બાખડી પડયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલ સંસદ ભવન બહાર કૃષિ કાનૂનના વિરોધમાં પ્લેકાર્ડ લઇને અકાલીદળના અન્ય સંસદો સાથે ઉભા હતા તે સમયે કોંગ્રેસના સાંસદ રવનીતસિંહ બીટ્ટુ ત્યાંથી પસાર થયા અને તેઓએ બાદલ અને અકાલીદળના સાંસદોને કહ્યું કે આ તમારૂ પ્રદર્શન નકલી છે. તેઓએ જોરશોરથી બોલવા લાગતા મીડિયા ત્યાં પહોંચી ગયુ હતું.

કોંગ્રેસના સાંસદએ દલીલ કરી કે જયારે કૃષિકાનૂન બીલ પસાર કરાયુ ત્યારે હરસીમરત કૌર બાદલ ખુદ મંત્રી હતા અને તેઓ કેબીનેટમાં પણ હાજર હતા અને ત્યારે કોઇ વિરોધ કર્યો નહી અને બાદમાં તેઓએ રાજીનામુ આપ્યુ હતું. જો કે હરસીમરત કૌરે કહ્યું કે તમે જુઠ્ઠુ બોલી રહ્યા છે જયારે ખરડો પસાર થયો ત્યારે હું મંત્રી ન હતી. લોકોમાં વિરોધ શરૂ થતા જ મે રાજીનામુ આપી દીધુ હતું. આ બાદ બંને વચ્ચે જોરદાર દલીલો થઇ હતી અને હરસીમરત કૌરે કહ્યું કે રાહુલ ગાંધીએ અને કોંગ્રેસે વોકઆઉટ કરતા તેના વિરોધ વચ્ચે પણ બીલ પાસ થયુ છે. જો કે કોંગ્રેસના સાંસદએ આ ધરણાને ડ્રામા બતાવ્યા હતા અને કહ્યું કે બે બીલ પાસ થયા પછી પણ બે મહિના સુધી બાદલ પિતા-પુત્ર પણ ગુમ હતા અને હવે ચૂંટણી આવી રહી છે તે માટે આ બધા ડ્રામા કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement