‘બુરી નજર વાલે તેરા મુહ કાલા’ : વિરોધીઓ પર તુટી પડતા વિજયભાઇ

04 August 2021 05:30 PM
Rajkot Saurashtra
  • ‘બુરી નજર વાલે તેરા મુહ કાલા’ : વિરોધીઓ પર તુટી પડતા વિજયભાઇ

નારી ગૌરવ દિને મુખ્યમંત્રીના હસ્તે લોન વિતરણ સમારોહ યોજાયો : વર્ષાંતે 10 લાખ બહેનોને લાભ-સરકાર 1 હજાર કરોડનું વ્યાજ ચૂકવશે

* જયાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે : અમે આંબા આંબલી દેખાડતા નથી-મુખ્યમંત્રી રૂપાણી : આજની નારી પુરૂષથી પણ આગળ વધી રહી છે : પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં લાભોનું વિતરણ

રાજકોટ, તા. 4
નારી ગૌરવ દિવસ અંતર્ગત આજે રાજકોટ મનપા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લોન વિતરણ સમારોહ પૂ. પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિરોધીઓને આડે હાથ લઇને ઝાટકી નાખ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લાભો મળતા જોઇને પણ તેઓના પેટમાં તેલ રેડાય છે તેવું કહ્યું હતું. તો ડિસેમ્બર 2022 સુધીમાં 10 લાખ બહેનોને આ યોજનામાં સામેલ કરાશે તેવું પણ જણાવ્યું હતું.

આ પ્રંસગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, શાસ્ત્રોમાં કહ્યું છે કે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે. ભાજપની સરકાર મહિલાઓનું સન્માન થાય અને તેઓ ગૌરવભેર સમાજમાં સ્થાન મેળવે તેવી સંવેદનશીલતાને અનુસરે છે. આગામી 7મી ઓગસ્ટ સુધીમાં આશરે રૂ.15000 કરોડના વિકાસ કામો લોકોને અર્પણ કરી રહ્યા છીએ. ભાજપ સરકાર નારીને નારાયણી માને છે. તેની આરાધના કરે છે. મહિલા અબળા નહિ પરંતુ ઉર્જા અને તેજસ્વિતાનું પ્રતીક છે. આજની મહિલા માત્ર પુરુષ સમોવડી જ નહિ પરંતુ પુરૂષથી આગળ વધી રહી છે. હાલ ટોકિયો ખાતે રમાઈ રહેલા ઓલિમ્પિકમાં ગુજરાતની 6 દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જે સમાજ દીકરીનું સન્માન ન કરે તે કયારેય આગળ વધી શકે નહિ.

સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અર્થે કુલ 189 યોજનાઓ અમલમાં છે. કોઇપણ ઘરમાં જો નારી સશકત હશે તો તે ઘર પણ સમૃદ્ધ બનશે. રાજ્ય સરકારે આજે ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 14000 મંડળોને રૂ.140 કરોડ જમા કરાવી આપેલ છે. ડીસેમ્બર 2022 સુધીમાં 10 લાખ બહેનોને આ યોજનામાં સામેલ કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ યોજનામાં બેંકો સલામત છે કેમ કે, બહેનોને અપાતી આ લોનનું વ્યાજ સરકાર ચૂકવી રહી છે. સરકાર કુલ રૂ.1000 કરોડ જેટલું વ્યાજ ચૂકવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી ટકોર કરી હતી કે, આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓને મળી રહેલા લાભો જોઈને વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે. બુરી નજર વાલે તેરા મુહ કાલા. અમે નારા આપવા નથી આવ્યા પરંતુ જેટલું કામ થઇ શકે એટલી જ વાત કહીએ છીએ. અને જે કહ્યું છે, તે કામ કર્યું પણ છે. અમે આંબા-આંબલી નથી બતાવતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તેજસ્વી નેતૃત્વમાં દેશ આજે વિશ્વગુરૂ બની રહ્યો છે, અમે સત્તા માટે નહિ પરંતુ, લોકસેવા માટે આવીએ છીએ.

મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલે અને સ્વાગત સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા તથા વાઈસ ચેરમેન રૂચિતાબેન જોષીએ કર્યુ હતું. કાર્યક્રમની રૂપરેખા તથા આ લોન વિતરણ યોજનાની માહિતી કમિશનર અમિત અરોરાએ આપેલ હતી. મુખ્યમંત્રીના વક્તવ્ય બાદ બહેનોના મંડળોને મહાનુભાવોના હસ્તે લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. નારી ગૌરવ દિવસની ઉજવણીમાં શહેરી વિકાસમાં 200 અને ગ્રામ્ય વિસ્તારમાં 200 મળી કુલ 400


Related News

Loading...
Advertisement
Advertisement