કર્ણાટકમાં બોમ્મઈ સરકારનું વિસ્તરણ: યેદીયુરપ્પાના પુત્રને સ્થાન ન મળ્યું

04 August 2021 06:10 PM
India Politics
  • કર્ણાટકમાં બોમ્મઈ સરકારનું વિસ્તરણ: યેદીયુરપ્પાના પુત્રને સ્થાન ન મળ્યું
  • કર્ણાટકમાં બોમ્મઈ સરકારનું વિસ્તરણ: યેદીયુરપ્પાના પુત્રને સ્થાન ન મળ્યું
  • કર્ણાટકમાં બોમ્મઈ સરકારનું વિસ્તરણ: યેદીયુરપ્પાના પુત્રને સ્થાન ન મળ્યું
  • કર્ણાટકમાં બોમ્મઈ સરકારનું વિસ્તરણ: યેદીયુરપ્પાના પુત્રને સ્થાન ન મળ્યું

ચાર સીનીયર મંત્રીઓની પણ બાદબાકી: બોમ્મઈને છુટો દોર અપાયા

બેંગ્લોર: કર્ણાટકમાં હાલમાં જ શપથ લેનાર મુખ્યમંત્રી સી.એમ.બસવરાજ બોમ્મઈના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને 29 નવા મંત્રીઓ સામેલ થયા છે. જો કે કોઈ નાયબ મુખ્યમંત્રીને સામેલ કરવામાં આવ્યા નથી તો પુર્વ મુખ્યમંત્રી બી.એમ.યેદુરપ્પાના પુત્રને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો નથી. જયારે પક્ષે યેદુરપ્પા સરકારના ચાર સીનીયર મંત્રીઓને પડતા મુકાયા છે. યેદુરપ્પા સરકારમાં શ્રી બોમ્મઈ સહિત ત્રણ નાયબ મુખ્યમંત્રી હતા પણ હવે કોઈને નાયબ સી.એમ.બનાવાયા નથી. મુખ્યમંત્રી શ્રી બોમ્મઈએ તેમના મંત્રીમંડળમાં 7 ઓબીસી હોવાનું જણાવ્યું હતું.

જયારે એક જ મહિલાનો સમાવેશ થયો છે. શ્રી બોમ્મઈ ગઈકાલે દિલ્હીમાં હતા અને મોડી રાત્રી સુધી મંત્રીમંડળ મુદે ચર્ચા થઈ હતી તથા બાદમાં મોવડીઓએ યાદી મંજુર કરી હતી અને આજે સવારે બેંગ્લોર માકલી હતી. પુર્વ મુખ્યમંત્રી શ્રી યેદુરપ્પાએ તેના પુત્રને મંત્રી બનાવવા ભારે દબાણ લાવ્યુ હતું પણ મોવડીમંડળે મચક આપી ન હતી. આ ઉપરાંત ચાર સીનીયર મંત્રીઓ જેઓ અગાઉ મુખ્યમંત્રીપદના દાવેદાર હતા. તેઓને પણ પડતા મુકાયા છે. આમ બોમ્મઈને છૂટો દૌર આપી દીધો છે.


Related News

Loading...
Advertisement
Advertisement