મધુબાલા સાથે લગ્ન કરવા કિશોરકુમાર બન્યા હતા-અબ્દુલ કરીમ!

04 August 2021 06:13 PM
Entertainment India
  • મધુબાલા સાથે લગ્ન કરવા કિશોરકુમાર બન્યા હતા-અબ્દુલ કરીમ!

દાયકાઓ સુધી પોતાની આગવી છાપ છોડી જનાર કિશોરકુમારનો આજે જન્મદિન

પોતાના જીવન દરમ્યાન કિશોરકુમારે ચાર-ચાર લગ્ન કરેલા: પરદા પર જેટલા રમુજી હતા એટલા વાસ્તવિક જીવનમાં પણ કિશોરકુમાર આનંદી હતા-તેમના ઘરની બહાર બોર્ડ મારેલુ- કિશોરકુમારથી સાવધાન!

ગાયક અને કોમેડી અભિનેતા તરીકે દાયકાઓ સુધી લોકોના દિલમા છવાઈ જનાર કિશોરકુમારનો આજે 92 મો જન્મદિવસ છે. ન ભુતો ન ભવિષ્યતિ એવા આ મહાન કલાકારે હિન્દી, બંગાળી, અસમીયા, ગુજરાતી, ભોજપુરી, કન્નડ, મલયાલમ અને ઉર્દુ ભાષામાં ગીતો ગાયા છે. કિશોરકુમારનો જન્મ 4 ઓગસ્ટ 1929 માં મધ્યપ્રદેશનાં ખંડવામાં થયો હતો.બાળપણમાં તેનુ નામ આભાસકુમાર હતું. બાદમાં તે બદલીને કિશોરકુમાર કર્યું હતું.

કિશોરકુમાર તે જમાનાનાં લોકપ્રિય ગાયક કે.એલ.સાયગલથી પ્રભાવીત હતા અને તેની જેમ ગાયક બનવા માંગતા હતા.સહગલને મળવાની ઈચ્છામાં કિશોરકુમાર માત્ર 18 વર્ષની વયે મુંબઈ આવ્યા હતા પણ તેમની ઈચ્છા નહોતી પુરી થઈ. એ જમાનામાં તેમના મોટાભાઈ અશોકકુમાર અભિનેતા તરીકે પોતાની ઓળખ જમાવી ચુકયા હતા.

કિશોરકુમારનાં જીવનમાં પણ એક સમય એવો આવ્યો હતો કે તેમની પાસે કામ નહોતું આથી તેમણે સમારોહમાં ગાવાનું શરૂ કર્યું હતું.
યુવાનીમાં કિશોરકુમારે ગાયકની સાથે સાથે કોમેડી એકટર તરીકે પણ સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. ‘ચલતી કા નામ ગાડી’, ‘દિલ્હી કા ઠગ’, ‘ઝુમરૂ’, જેવી તેમની હિટ ફિલ્મો હતી.

કિશોરકુમારે તેમના જીવન દરમ્યાન ચાર-ચાર લગ્નો કર્યા હતા. રૂમા ગુહા કિશોરકુમારની પહેલી પત્નિ હતી. રૂમા સીંગર અને એકટ્રેસ પણ હગ્. જુન 2019 માં રૂમા ગુહાનું નિધન થયુ હતું. રૂમા અને કિશોરનાં લગ્ન 1950 માં થયા હતા. લગ્નના 8 વર્ષ બાદ સંબંધોમાં તિરાડ પડતા બન્નેના તલાક થઈ ગયા હતા. કિશોર અને રૂમાના પુત્ર અમિતકુમારે પણ ગાયક તરીકે સફળતા મેળવી છે. રૂમાદેવી સાથે તલાક બાદ ન કર્યા હતા. બન્ને અનેક ફિલ્મોમાં કામ કરતા હતા. ત્યારે બન્ને વચ્ચે પ્રણય થયો હતો.પરંતૂ આ લગ્નનો અંત મધુબાલાના નિધનથી આવ્યો હતો. મધુબાલાને હૃદયમાં છેદ હતો.

મધુબાલાના નિધન બાદ કેટલાંક વર્ષો બાદ કિશોરકુમારનાં જીવનમાં અભિનેત્રી યોગીતાબાલી આવી હતી. યોગીતાબાલી સાથે લગ્ન કર્યા પણ આ લગ્ન માત્ર બે વર્ષમાં તૂટી ગયેલા બાય ધ વે હાલ યોગીતાબાલી એકટર મિથુન ચક્રવર્તીનાં પત્નિ છે.

ત્રીજા લગ્ન તૂટયા બાદ કિશોરે ખુદને કામમાં મશગુલ કરી દીધા હતા તે દિવસોમાં ‘પ્યાર અજનબી હૈ’ ફિલ્મનાં શુટીંગ દરમ્યાન કિશોરકુમાર એકટ્રેસ લીના ચંદાવરકરના પરિચયમાં આવ્યા.બાદમાં બન્નેએ લગ્ન કરવાનો ફેસલો કરેલો. લીના અને કિશોરકુમાર વચ્ચે વયનુ 20 વર્ષનું અંતર હતુ. લગ્નના 7 વર્ષ બાદ 1987 માં કિશોરકુમારનું નિધન થયુ હતું.

બહુ ઓછા લોકો જાણતા હશે કે કિશોરકુમારે મધુબાલા સાથે લગ્ન કરવા માટે મુસ્લીમ ધર્મ અપનાવ્યો હતો અને કરીમ અબ્દુલ નામ ધારણ કર્યું હતું.
કિશોરકુમાર ફિલ્મ પરદે જેટલા રમુજી હતા તેટલા વાસ્તવિક જીવનમાં પણ રમુજી હતા. તેણે પોતાના ઘરની બહાર બોર્ડ લગાવ્યુ હતું "કિશોરકુમારથી સાવધાન”


Related News

Loading...
Advertisement
Advertisement