‘કયાં ગયો નલહરી’... મુખ્યમંત્રીએ ભાજપ કાર્યાલયમાં ચોકીદારને પણ યાદ કર્યા

04 August 2021 06:14 PM
Rajkot
  • ‘કયાં ગયો નલહરી’... મુખ્યમંત્રીએ ભાજપ કાર્યાલયમાં ચોકીદારને પણ યાદ કર્યા

છેલ્લા 21 વર્ષથી કાર્યાલયમાં કામગીરી કરતા કાશીના પંડિત પી. નલારીયનને બોલાવીને ખબર અંતર પૂછયા

રાજકોટ તા.4
સોમવારે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરણપરા ખાતેના ભાજપ કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી અને આ સમયે તેઓ કાર્યાલયમાં છેલ્લા 21 વર્ષથી ફરજ બજાવતા ચોકીદાર પી.નલારીયન પંડિતને પણ ભૂલ્યા ન હતા. કાશીના મૂળ બ્રાહ્મણ નલારીયન રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં ઓલ ઇન વન જેવી ફરજ બજાવે છે અને સતત કાર્યાલયે હાજર રહીને મેં ભી ચોકીદારનું સૂત્ર સાકાર કરે છે. સોમવારે મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાતે આવ્યા ત્યારે સૌને મળ્યા પણ નલારીયનને ભુલ્યા નહી અને કાર્યકર્તાઓના જમેલા વચ્ચેથી ‘કયાં ગયો નલહરી’ તેવુ પૂછીને નલારીયનને બોલાવ્યા હતા. ભાજપ કાર્યાલયમાં તેને નલહરી તરીકે ઓળખવામાં આવે છે અને મુખ્યમંત્રીએ તેમને બધુ બરાબર છે ને? કાર્યાલય બરાબર ચાલે છે ને? તેવા પ્રશ્ન પૂછયા હતા અને જે રીતે ચૂંટણી સહિતના સમયે નલારીયન પોતે ફરજ બજાવે છે તેની પ્રશંસા કરી હતી અને તે ચોકીદાર નહી પણ ભાજપના એક કાર્યકર્તા હોવાનું પણ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી આ રીતે એક સામાન્ય વ્યકિતને પણ યાદ રાખ્યા તે સૌ કાર્યકર્તાઓને ગમી ગયુ હતું અને સીએમ બન્યા પછી પણ તેઓ કોમનમેન છે તે સાબિત કરી દીધુ હતું અને નલારીયનની પીઠ પણ થાબડી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement