સંસારને બાંધનાર મન નહિ બદલાય ત્યાં સુધી ભવભ્રમણના ફેરા યથાવત રહેશે

04 August 2021 06:18 PM
Rajkot
  • સંસારને બાંધનાર મન નહિ બદલાય ત્યાં સુધી ભવભ્રમણના ફેરા યથાવત રહેશે

મુનિવ્રત મહાહંસ વિ.મ.ની અમૃતવાણી

રાજકોટ,તા.4
જૈનાચાર્ય શ્રી પ્રદીપચંદ્ર સુરીજી મહારાજ તથા મુનિશ્રી મહાહંસવિજયજી મ. આદિઠાણા હિંમતનગરના મહાવીર ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. મુનિશ્રી મહાહંસ વિજયજી મહારાજે આધ્યાત્મિક વ્યાખ્યાન આ5યું હતું. મુનિરાજે ફરમાવ્યું કે, ઉત્તરાધ્યયન સુત્રમાં તીર્થકર પરમાત્માએ ફરમાવ્યું છે કે, આપણો આત્મા અનંત કાળથી ચારે ગતિમાં સતત પરિભ્રમણ કરીસ રહયો છે આજ સુધીમાં અનંત આત્માઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઇ ગયા પણ આપણે એમની લાઇનમાં આવવાને બદલે સંસારના ચક્કરમાં જ ટક્કર લેતા રહ્યા કેમકે નક્કર એવા ધર્મ પુરુષાર્થ અને ધર્મ શ્રદ્ધા ન હતી.ધરતી ઉપર અનંતવાર બદન બદલ્યું,સદન પણ બદલ્યું, ગગન પણ બદલ્યું, કફન પણ બદલ્યુ, ચમન પણ બદલ્યું, પરંતુ સંસારને બાંધન નારુને છોડનારું મન નહીં બદલ્યું એટલે ભ્રમણ ચાલુ રહ્યું. અનેક ભવોના અનેક સારા નરસા સંસ્કાર કુ સંસ્કાર અનેક આકારમાં આપણી સાથે જ રહ્યા છે એટલેેેે.. "ન ખુદા હિ મિલા, ન વિસાલે સનમ, ન ઇધર કે રહે, ન ઉધર કે” આખરે કો ક પૂર્વભવનું પુણ્ય જાગ્યું અને આપણને જનમ જનમની જેલમાંથી છૂટીને મુકિતના મહેલમાં કાયમનો વસવાટ કરવા આ મનુષ્ય ભવ મળ્યોે... હા, જાણે સુવર્ણતક છે, સોનેરી અવસર છે તેમ છેલ્લી તક પણ છે... એટલે અગાઉ અનંત અસીમ જન્નોમાં જે મોકો નથી મેળવી શકયોેે.. એ આજે મળ્યો છે તો એનો ઉપયોગ કરી લઇએ તેમાં જ ભલાઇ છે.


Related News

Loading...
Advertisement
Advertisement