રાજકોટમાં નવતર રીતે ચોરી કરતી યુવક-યુવતીની ટોળકીનો આંતક:પોલીસે ઝડપી લેવા જાળ બિછાવી

04 August 2021 06:28 PM
Rajkot Crime
  • રાજકોટમાં નવતર રીતે ચોરી કરતી યુવક-યુવતીની ટોળકીનો આંતક:પોલીસે ઝડપી લેવા જાળ બિછાવી
  • રાજકોટમાં નવતર રીતે ચોરી કરતી યુવક-યુવતીની ટોળકીનો આંતક:પોલીસે ઝડપી લેવા જાળ બિછાવી

યુવતીઓ દુકાનદાર કે સંચાલકને વાતોમાં વ્યસ્ત રાખી અન્ય સભ્યો હાથ સફાઈ કરી ફરાર થઇ જાય: સોની બઝાર, કાલાવડ રોડ,યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં બનેલા બનાવો બાદ પોલીસ સફાળી જાગી

રાજકોટ તા 4
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી નવતર રીતે ચોરી કરતી ટોળકી સક્રિય થઇ છે.પાંચ થી છ સભ્યોની આ ટોળકીએ આંતક મચાવ્યો છે.જેમાં રાજકોટના અલગ અગલ વિસ્તારોમાં આ ટોળકીનો શિકાર બનેલા લોકો પોલીસ ફરીયાદ માટે પહોચતા પોલીસે આ ટોળકીને પકડી લેવા જાળ બિછાવી છે. સોની બાઝાર, કાલાવડ રોડ,યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં બનેલા બનાવો અંગે હાલ પોલીસે અરજીના આઘારે તપાસ શરુ કરી છે.

રાજકોટના સોની બઝાર વિસ્તારમાં આવેલા જ્વેલર્સ નામનો શો રૂમમાં ખરીદી માટે આવેલ આ ટોળકીની આશરે 35 વર્ષની મહિલા જેને ડ્રેસ પહેર્યો હતો અને ચુંદડી ઓઢીને આવી હતી. આ મહિલાએ દુકાનમાં ખરીદી માટે આવ્યા બાદ તેની સાથે અન્ય યુવક અને યુવતી પણ આવ્યા હોય જેને દુકાનદારની નઝર ચૂકવી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.આ બનાવ માં સીસીટીવીના આધારે તપાસ કરી હતી બીજા બનાવમાં અક્ષર માર્ગ ઉપર આવેલ નાસ્તાની લારી ધરાવતા એક યુવકને યુવતીને વાતોમાં વ્યસ્ત રાખી અને અન્ય બે યુવકો નાસ્તાની લારી ધરવતા યુવકનું બાઈક લઈ ફરાર થઈ ગયા હતા.

આવા અન્ય બનાવોમાં રાજકોટના કાલાવડ રોડ,યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં બનેલા બનાવો પોલીસ સમક્ષ ધ્યાને આવ્યા છે.જેમાં અલગ અલગ પોલીસ મથકમાં આ અંગે હાલ પોલીસે અરજીના આઘારે તપાસ શરુ કરી છે. રાજકોટમાં ચોરીના આવા બનાવોમાં એકજ મોડેસ ઓપેન્ડી થી ચોરી થઈ હોય જેમાં આ એક જ ટોળકીની સંડોવાયેલી હોવાની શંકા છે.આ ટોળકીના સભ્યો પરપ્રાંતીય હોવાનું પણ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસના ડી સ્ટાફે આ ટોળકીને ઝડપી લેવા જાળ બિછાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement