ટ્રાન્સપોર્ટ મજુરી વિવાદ: યાર્ડમાં ડુંગળી-બટેટાના વેપાર હજુ ઠપ્પ : કાલથી શરૂ કરવા સર્વસંમતિ

04 August 2021 06:45 PM
Rajkot
  • ટ્રાન્સપોર્ટ મજુરી વિવાદ: યાર્ડમાં ડુંગળી-બટેટાના વેપાર હજુ ઠપ્પ : કાલથી શરૂ કરવા સર્વસંમતિ

15 મી સુધીમાં સર્વમાન્ય માર્ગ કાઢવા સંયુકત બેઠકમાં સહમતિ

રાજકોટ તા.4
‘જીસકા માલ ઉસકા હમાલ’અભિયાન અંતર્ગત ટ્રાન્સપોર્ટરોએ લોડીંગ-અનલોડીંગ માટે મજુરોને નાણાં આપવાનું બંધ કરી દીધુ છે. ત્યારે માર્કેટ યાર્ડમાં બટેટા-ડુંગળીના વેપાર સતત બીજા દિવસે ઠપ્પ રહ્યા હતા. જોકે આ મામલે કાયમી ઉકેલ લાવવા માટે વેપારીઓએ બેઠક કરી હતી.

ટ્રાન્સપોર્ટરો દ્વારા 1લી ઓગસ્ટથી ટ્રકનાં લોડીંગ-અનલોડીંગ વખતે મજુરોને નિયત નાણાં ચુકવવામાં આવતા હતા. પરંતુ કોરોના કાળ પછી આર્થિક રીતે કમ્મર તુટી ગઈ હોવાથી વર્ષો જુની આ પ્રથા બંધ કરી દેવાનો દેશવ્યાપી નિર્ણય લેવાયો હતો. રાજકોટમાં ટ્રાન્સપોર્ટરોએ તે 1લી ઓગસ્ટથી લાગુ કર્યો છે. કોઈ વધારાની મજુરી વિના માલ ચડાવવા ઉતારવા વેપારી-મજુરો સંમત થાય તેને ટ્રક અપાય છે. બાકીનાને ઈન્કાર કરવાનું શરૂ કરી દેવાયું છે.રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસીએશનનાં પ્રમુખ હસુભાઈ ભગદેએ કહ્યું હતું કે અગાઉ જ વેપાર ઉદ્યોગ સંગઠનોને લેખીત જાણ કરી દેવામાં આવી હતી. હવે તબકકાવાર તમામ સાથે બેઠક કરવામાં આવી રહી છે.

ટ્રાન્સપોર્ટરોએ નાણાં આપવાનું બંધ કરી જ દીધુ છે. ટ્રાન્સપોર્ટરોને નાણા નહી આપવાની શરતે ટ્રક મોકલાય છે. આ નિયમને કારણે સેંકડો ટ્રક બંધ પડયા છે. છતા ટ્રાન્સપોર્ટરો નિર્ણયને વળગી રહેવા માટે શંકા અફર જ છે. રાજકોટ યાર્ડમાં આજે સતત બીજા દિવસે ડુંગળી-બટેટાનાં વેપાર ખોરવાયા હતા.ટ્રાન્સપોર્ટરોએ નાણા આપવાનો ઈન્કાર કરતાં મજુરોએ ટ્રક ખાલી કરવા માલ ઉતારવાનો ઈન્કાર કરી દીધો હતો.

વેપારીઓ તરફથી ભાડા-વધારીને વચલો રસ્તો કાઢવા સુચવ્યુ હતુ. દરમ્યાન મડાગાંઠ ઉકેલવા માટે આજે યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયા, ટ્રાન્સપોર્ટ એસો.નાં હોદેદારો તથા વેપારીઓ વચ્ચે સંયુકત બેઠક થઈ હતી. 15 મી સુધીમાં સર્વમાન્ય રસ્તો કાઢવાની દરખાસ્ત પર તમામ સંમત થયા હતા. એટલે આવતીકાલથી યાર્ડમાં નોર્મલ વેપાર 10 કરવાનુ નકકી થયુ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement