કોરોનાની અસર ઘટીને તળીયે પહોંચી : ગુજરાતમાં સતત 16 દિવસથી એક પણ દર્દીનું મોત નહીં : આજે નવા માત્ર 15 કેસ

04 August 2021 09:45 PM
Gujarat
  • કોરોનાની અસર ઘટીને તળીયે પહોંચી : ગુજરાતમાં સતત 16 દિવસથી એક પણ દર્દીનું મોત નહીં : આજે નવા માત્ર 15 કેસ

વધુ 28 દર્દીઓ સાજા થયા : રાજકોટમાં સતત બીજા દિવસે શુન્ય કેસ: 25 જિલ્લામાં એક પણ કેસ ન નોંધાયો

રાજકોટ:
ગુજરાતમાંથી કોરોનાએ વિદાય લેવાની તૈયારી કરી લીધી હોય તેમ આજે નવા 15 કેસ સામે આવ્યા હતા.જ્યારે 28 દર્દીઓ સાજા થયા હતા.રાજકોટમાં સતત બીજા દિવસે કોઈ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ 25 જિલ્લામાં કોરોનાના કોઈ દર્દી નોંધાયા ન હતા. કુલ 8.24 લાખ સંક્રમિતોમાંથી 814665 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ 98.75 ટકા યથાવત રહ્યો હતો. તેમજ સતત 16 દિવસથી એક પણ મૃત્યુ નોંધાયા ન હતા.

ગુજરાતના 25 જિલ્લા જેમાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડમાં કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય અને જામનગર કોર્પોરેશનમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે એક પણ મોત નોંધાયુ ન હતું. રાજયમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે.જ્યારે 208 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10076 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 824954 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ કેસ
વડોદરા 4, અમદાવાદ 3, સુરત-જુનાગઢ 2, ગીર સોમનાથ-જામનગર-કચ્છ-તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement