ટોક્યો ઓલિમ્પિકસ : ભારતીય મહિલા હોકી ટીમનું ગોલ્ડનું સ્વપ્ન તૂટ્યુ, પણ દેશવાસીઓના દિલ જીત્યા

04 August 2021 09:50 PM
India Sports World
  • ટોક્યો ઓલિમ્પિકસ : ભારતીય મહિલા હોકી ટીમનું ગોલ્ડનું સ્વપ્ન તૂટ્યુ, પણ દેશવાસીઓના દિલ જીત્યા

ભારતીય મહિલા હોકી ટીમનો આર્જેન્ટીના સામે 2-1થી પરાજય થયો હતો : હવે બ્રોન્ઝ માટે રમશે

ટોક્યો:
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હૉકી ટીમ સાથે દેશનું પણ ગોલ્ડ મેડલનું સ્વપ્ન રોળાતાં આર્જેન્ટીના સામે 2-1થી પરાજય થયો છે. ભારતની શાનદાર શરૂઆત બાદ આર્જેન્ટીનાએ આક્રમક રૂપ અપનાવ્યુ હતું. હવે ભારતીય મહિલા હૉકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે. બ્રિટન સામે હવે ભારત બ્રોન્ઝ માટે રમશે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જીતમાં ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ મોટો રોલ પ્લે કર્યો હતો, તેણે મેચમાં નવ વખત દેખાતા ગોલને થવા દીધો નહતો. આર્જેન્ટીનાની ટીમ કાઉન્ટર એટેક અને બન્ને ફ્લેકથી હુમલો કરવામાં માહેર છે અને તેને એવુ કરી બતાવ્યુ હતું. આર્જેન્ટીનાને 6 પેનલ્ટી કોર્નર મળી હતી જેમાંથી 2 ગોલમાં કન્વર્ટ કરી હતી.

ભારત પાસે હજુ પણ ઇતિહાસ રચવાની તક
ભારતીય ટીમ ત્રણ વખતની ગોલ્ડ મેડલિસ્ટ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિ ફાઇનલમાં પહોચી હતી. જોકે, આર્જેન્ટીના સામે તેને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો બ્રોન્ઝ માટે ભારત બ્રિટન સામે મુકાબલો જીતે છે તો 41 વર્ષમાં પુરૂષ અને મહિલા મળીને ભારતનો હોકીમાં પ્રથમ મેડલ હશે. ભારતે અંતિમ મેડલ 1980માં પુરૂષ હોકી ઇવેન્ટમાં ગોલ્ડના રૂપમાં મેળવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement