કોરોના માટે રસી બાદ હવે એન્ટીવાઈરલ પિલ્સ આવશે

05 August 2021 11:14 AM
India
  • કોરોના માટે રસી બાદ હવે એન્ટીવાઈરલ પિલ્સ આવશે

ગળી શકાય તેવી ગોળીઓ કોરોના સામે રક્ષણ આપવામાં કારગત

નવી દિલ્હી તા.5
લાંબા સમયથી વિશ્ર્વભર પર કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ભારત સહિત વિશ્ર્વનાં તમામ દેશોમાં લોકો કોરોનાથી ત્રાહીમામ પોકારી ગયા છે. ભારતમાં દરરોજ અંદાજે 40000 કેસ નોંધાઈ રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. નિષ્ણાંતો વિશ્ર્લેષણ કર્યા બાદ કોરોનાની ત્રીજી લહેર બાબતે ચેતવણી જાહેર કરી ચુકયાં છે, ભારતમાં ગમે ત્યારે તેની શરુઆત થવાની ભીતિ છે. પરંતુ હવે કોરોના સામે સુરક્ષા પ્રદાન કરતી રસી આવી ગઈ છે તેથી તે ઘણી ઉપયોગી સાબીત થઈ રહી છે.

આ સમયે કોરોનાની રસી લેવી ખૂબ જરૂરી છે. કારણ કે, તેમાંથી કોરોનાથી બચવા માટેની સંભાવના વધી જાય છે અને રસી લીધેલા લોકોને કોરોનાથી મૃત્યુ થવાનું કે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ એકદમ ઘટી જાય છે. જો કે, આ બાબતે વધુ એક સારી ખબર છે. હવે કોરોના સામે રક્ષણ માટે રસીની માફક ગોળીઓ આવશે તેવી માહિતી મળી રહી છે.

મહત્વનું છે કે, દક્ષિણ સ્વીડનનાં સૌથી મોટાં સાયન્સ પાર્કમાંથી એક મેડીકોન વિલેજને લઈને અનેક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એન્ટીવાયરલ ઓરલ પિલ્સનું ઉત્પાદન કરી રહ્યા છે. આ ગોળીઓ કોરોનાનાં લક્ષણ તેમજ જોખમ બંનેને ઘટાડવામાં ઉપયોગી સાબીત થઈ રહી છે તેમ કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આ એન્ટીવાયરલ દવા તે લોકો લઈ શકશે કે જેઓ કોરોના પોઝીટીવ છે. આ દવાની મદદ તેમના લક્ષણો રોકવામાં તેમજ ખરાબ સ્વાસ્થ્યને ઠીક થવામાં મદદ મળશે. આ દવા હળવા લક્ષણોવાળાં દર્દીઓ માટે વધુ અસરકારક સાબીત થશે. જેવી રીતે વેકસીન શરીરમાં વાયરસનાં પ્રવેશને રોકે છે તેવી જ રીતે એન્ટીવાયરલ પિલ્સ એટલે કે ગોળીઓ વાયરસનાં સંક્રમણ બાદ તેને વધતા રોકી શકવા સક્ષમ છે. રસી વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરે છે તેવી જ રીતે આ એન્ટીવાયરલ દવાનાં સેવનથી કોરોનાનું સંક્રમણ વધતા અટકે છે.

આ એન્ટીવાયરલ દવા આ વર્ષે જ બજારમાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, અમેરિકી રસાયણ કંપ્ની મર્ક વિશ્ર્વની પ્રથમ ઓરલ એન્ટીવાયરલ દવા મોલનુપિરવીર માટે એફડીએની મંજુરી મેળવી ચૂકી છે. જયારે બીજી તરફ જાપાનની ફાર્મા કંપ્નીને પણ હાલમાં જ વન એ-ડે પિલ પર પોતાની કિલનિકલ ટ્રાયલ શરુ કરી દીધી છે. જોકે, તે હજુ શરુઆતનાં તબકકામાં જ છે. તેથી તેને બજારમાં આવતા હજુ સમય લાગશે. પરંતુ ગળી શકાય તેવી ગોળી આવતા કોરોના સામેની લડતમા વધુ સારી સ્થિતિ મેળવી શકશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement