સરકારી તંત્રના આંખ-કાન-નાક-ચહેરામાંથી ભ્રષ્ટાચાર જ ટપકે છે: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

05 August 2021 11:17 AM
India Top News
  • સરકારી તંત્રના આંખ-કાન-નાક-ચહેરામાંથી ભ્રષ્ટાચાર જ ટપકે છે: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

અનેક એકમોમાં એટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે તેનું કામ જોઈને આશ્ર્ચર્ય થાય છે

નવીદિલ્હી, તા.5
સરકારી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટીપ્પણી કરતાં કહ્યું છે કે સરકારી તંત્રની આંખ-કાન-નાક અને ચહેરામાંથી ભ્રષ્ટાચાર જ ટપકી રહ્યો છે. દિલ્હીના નોઈડામાં એમરાલ્ડ કોર્ટના ટવીટ ટાવર એપેક્સ અને સિયાન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોઈડા ઓથોરિટી અંગે તીખી ટીપ્પણીઓ કરી હતી.

કોર્ટ કહ્યું કે નોઈડા એક ભ્રષ્ટ એકમ છે અને તેની આંખ, નાક, કાન અને ત્યાં સુધી કે ચહેરા પરથી પણ ભ્રષ્ટાચાર ટપકી રહ્યો છે. કોર્ટે આ મામલે નોઈડા ઓથોરિટીની ભૂમિકા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે 2014માં એમરાલ્ડ કોર્ટ ઓનર રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનની અરજી પર સુનાવણી કરતાં એપેક્સ અને સિયાન ટાવરને ગેરકાયદેસર ગુણાવતાં તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સુપરટેકને ફ્લેટ બુક કરાવનારા લોકોને પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો સાથે જ પ્લાન મંજૂર કરવા માટે જવાબદાર નોઈડા ઓથોરિટીના અધિકારીઓ સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ ચંદ્રચૂડે આ કેસમાં નોઈડા ઓથોરિટીની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતાં કહ્યું કે નોઈડાનું કામ આશ્ચર્ય જન્માવનારું છે.તમારી પાસે જ્યારે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશને બિલ્ડિંગનો મંજૂર પ્લાન માંગ્યોતો તમે સુપરટેકને પૂછયું અને તેણે ઈનકાર કરી દેતાં તમે બિલ્ડિંગનો પ્લાન જ આપ્યો નથી. અંતમાં હાઈકોર્ટના આદેશ બાદ તમને પ્લાન આપ્યો હતો. તમે સુપરટેકની મદદ જ નથી કરી રહ્યા પરંતુ તેની સાથે મળેલા છો. નોઈડા એક ભ્રષ્ટ એકમ છે અને તેનામાંથી ભ્રષ્ટાચાર જ નીકળી રહ્યો છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે અમે લોકોપણ વકીલ રહી ચૂક્યા છે અને અરજદાર, પ્રતિવાદી તેમજ ઓથોરિટી તમામ તરફથી રજૂ પણ થયા છીએ.


Related News

Loading...
Advertisement
Advertisement