ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સમુદ્રમાં આગમન

05 August 2021 11:21 AM
India Top News
  • ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સમુદ્રમાં આગમન

દેશમાં નિર્માણ પામેલ પ્રથમ વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતને પરીક્ષણ માટે સમુદ્રમાં ઉતારવામાં આવ્યું હતું. આગામી 6 મહિના સુધી જહાજનું સમુદ્રમાં પરીક્ષણ થશે. જો પરીક્ષણ સફળ રહ્યું તો આવતા વર્ષે તેને સેનામાં તૈનાત કરાશે. વિમાનવાહક આ જહાજનું નિર્માણ કોચીન શીપયાર્ડે કર્યું છે. તેમાં 76 ટકા સ્વદેશી ક્ધટેન્ટ (સામગ્રી) છે. આત્મનિર્ભર ભારતનું આ બહેતરીન ઉદાહરણ છે. આ વિમાન વાહકનું નામ આઈએનએચ વિક્રાંત રખાયું છે, જેણે 1971ના પાક. સામેના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ વિમાનવાહક જહાજનું નિર્માણ 23 હજાર કરોડના ખર્ચે થયું જેની ટોપ સ્પિડ પર કિલોમીટર દર કલાકની છે. આ જહાજના 14 ફલોર છે. જહાજમાં 30 વિમાન અને હેલીકોપ્ટર તૈનાત કરી શકાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement