‘ફલીપકાર્ટ’ને 10600 કરોડની નોટીસ

05 August 2021 11:25 AM
Business India
  • ‘ફલીપકાર્ટ’ને 10600 કરોડની નોટીસ

ઈ-કોમર્સ કંપની પર એનફોર્સમેન્ટ વિભાગની સૌથી મોટી કાર્યવાહી: વિદેશી હુંડીયામણ કાયદાના ભંગનો આરોપ

નવી દિલ્હી તા.5
દેશમાં ઓનલાઈન ખરીદીના સતત વધતા ટ્રેન્ડ વચ્ચે એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા ફેમાકાયદા હેઠળ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તેમ ઈ-કોમર્સ કંપની ફલીપકાર્ટને 10,600 કરોડની ફેમા શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

ફલીપકાર્ટના સ્થાપક સચીન બંસલ તથા બિન્ની બંસલ ઉપરાંત અન્ય નવને વિદેશી હુંડીયામણ કક્ષાના ભંગ હેઠળ શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. ફોરેન એકસચેંજ મેનેજમેન્ટ એકટના ભંગનો આરોપ મુકીને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા નોટીસો ફટકારવામાં આવી હતી.

ફલીપકાર્ટ તથા તેની અન્ય હોલ્ડીંગ કંપનીઓ સંબંધી વિદેશી હુંડીયામણ નિયમભંગ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ઈ-કોમર્સ કંપની પર આ સૌથી મોટી નોટીસ ગણવામાં આવે છે. આવતા દિવસોમાં વધુ પગલા આવે છે કે કેમ તેના પર મીટ છે.


Related News

Loading...
Advertisement
Advertisement