ચીનમાં ડેલ્ટા વેરીએન્ટનું સંક્રમણ વધ્યું: પ્રવાસીઓ પર પ્રતિબંધ: લાખો લોકો ઘરમાં કેદ

05 August 2021 11:30 AM
India
  • ચીનમાં ડેલ્ટા વેરીએન્ટનું સંક્રમણ વધ્યું: પ્રવાસીઓ પર પ્રતિબંધ: લાખો લોકો ઘરમાં કેદ

ધડાધડ નિયંત્રણો લાગુ થવા લાગ્યા: બીનજરૂરી યાત્રા રોકવા પાસપોર્ટ સહિતના દસ્તાવેજો ઈસ્યુ કરવા પર રોક

નવી દિલ્હી તા.5
ચીનનાં ધીમે-ધીમે કોરોનાના કહેર વધી રહ્યો છે. ત્યારે ત્યાં વિદેશી યાત્રા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.બુધવારે ચીને પોતાનાં નાગરીકો માટે વિદેશ યાત્રા પર પ્રતિબંધ મુકયો છે. કારણ કે ચીનમાં લાંબા સમય બાદ કોરોનાએ ફરીવાર માથુ ઉંચકયુ છે અને સૌથી વધુ કેસો નોંધાયા છે. ચીને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ નિયમો વધુ સખ્ત કરી દીધા છે.

ચીનની અંદર પર લોકોનાં પરિવહન પર અમુક પ્રતિબંધો મુકાયા છે. અમુક વિસ્તારોમાં લોકોને ઘરમાંજ રહેવાના આદેશ અપાયા છે ચીને એ પુર્વે કડક નિયમો લાદી કોરોનાથી બચવાનાં પ્રયાસ કર્યા હતા.પરંતુ મોટા પ્રમાણમાં પરિક્ષણ અભિયાન હાથ ધરાતાં દેશભરમાં ડેલ્ટા સંક્રમણનાં વધતા કેસો ઉજાગર થયા છે આ નવી ચિંતાને કારણે ફરીવાર આર્થિક ફટકો પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્થાનિક સરકારો દ્વારા શહેરનાં પરીક્ષણબાદ 71 નવા સંક્રમણનો ખુલાસો થયો છે જે જાન્યુઆરી બાદ સૌથી વધુ છે.

પરંતુ મુસાફરી પરથી પ્રતિબંધ હટાવવાના કારણે ફરીવાર સંક્રમણ ફેલાયુ હોવાથી ચીની સરકારે નિયમો સખ્ત કરી રહ્યા છે. બિનજરૂરી અને ફરજીયાત ન હોય તો દેશની બહાર જવા માટે આવશ્યક સામાન્ય પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો આપવાનાં બંધ કરી દીધા છે. જોકે ચીની જનતા માટે વિદેશ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ બનાવાયો છે. જેલોને વિદેશમાં અભ્યાસ રોજગાર વ્યવસાય માટે જવાની જરૂર છે. તેને છૂટ અપાશે.સરકારે મોટા પાયે પરીક્ષણ શરૂ ક્રી દીધુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement