લદાખમાં 19300 ફુટની ઉંચાઈએ 52 કિ.મી. સડક બનાવી બીઆરઓએ રેકોર્ડ તોડયો

05 August 2021 11:31 AM
India
  • લદાખમાં 19300 ફુટની ઉંચાઈએ 52 કિ.મી. સડક બનાવી બીઆરઓએ રેકોર્ડ તોડયો

દુર્ગમ પથ તેરે હો....: ચીનને જડબાતોડ જવાબ આપવા આ સડકનું ખાસ મહત્વ

જમ્મુ તા.5
ચીનના નાપાક મનસુબાઓને નિષ્ફળ બનાવી રહેલી ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સીમા સડક સંગઠન (બીઆરઓ) એ પુર્વી લદાખમાં 19300 ફુટ ઉંચાઈ 52 કિલોમીટર લાંબી સડક બનાવીને વિશ્ર્વ રેકોર્ડ તોડયો છે.

હવે આ સડકથી સેનાના ટેન્ક અને તોપ ઉમલિંગલા પાસને પાર કરીને ઝડપથી દુશ્મનને જડબાતોડ જવાબ આપવા માટે ઝડપથી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચુમાર સેકટરમાં પહોંચશે. આ મામલે સીમા સુરક્ષા સંગઠને ભારતને પ્રથમ ક્રમે અને બોલીવિયાને બીજા નંબરે લાવી દીધું છે. બોલિવિયાએ ઉનરુનકુ જવાલામુખી સુધી પર્યટકોને પહોંચાડવા માટે 18,953 ફીટની લંબાઈ પર સડક બનાવી હતી. હવે તેને પાછળ રાખીને સીમા સડક સંગઠને દેશની સુરક્ષાને મજબૂત બનાવવા માટે ઉમલિંગતા પાસે ચુમાર સેકટર સુધી દુર્ગમ હાલતમાં 52 કિલોમીટર લાંબી સડક બનાવી છે.

આ સડક રણનીતિક રીતે પણ મહત્વની છે, તેના બનાવથી ભારતીય સેના પુર્વી લદાખમાં વધુ મજબુત થશે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં આ વિસ્તારમાં તાપમાન માઈનસ 40 ડીગ્રીથી પણ નીચે પહોંચી જાય છે, ઓકસીજનનું સ્તર પણ 50 ટકા ઘટી જાય છે. આવી સ્થિતિમાં સીમા સડક સંગઠને સડક બનાવીને મોટી સિદ્ધિ મેળવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement