ભારતના ફાસ્ટ બોલરોએ બતાવી તાકાત: ઈંગ્લેન્ડને 183 રનમાં કર્યું ઓલઆઉટ

05 August 2021 11:32 AM
India Sports
  • ભારતના ફાસ્ટ બોલરોએ બતાવી તાકાત: ઈંગ્લેન્ડને 183 રનમાં કર્યું ઓલઆઉટ

બુમરાહ-શમીની આગ ઝરતી બોલિંગ સામે ઈંગ્લીશ બેટસમેનો ઘૂંટણીયે: પ્રથમ બોલથી જ લાવેલું દબાણ છેવટ સુધી યથાવત રાખ્યું

નવીદિલ્હી, તા.5
ભારતીય ફાસ્ટ બોલર્સે પોતાની વેધક લાઈન અને લેંથની મદદથી ઈંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટી-બ્રેક સુધી બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. બીજા સેશનના અંતમાં મેજબાન ટીમનો સ્કોર ચાર વિકેટે 138 રન હતો પરંતુ અંતિમ સેશનમાં તો ભારતીય બોલરોએ કહેર વસરાવ્યો હોય તેવી રીતે ઈંગ્લેન્ડને 183 રનમાં જ ઓલઆઉટ કર્યું હતું. ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મોહમ્મદ શમી (3/28) અને જસપ્રીત બુમરાહ (4/46)નો મહમત્ત્વનો ફાળો રહ્યો હતો. શાર્દૂલ ઠાકુરે પણ ઈંગ્લીશ કેપ્ટન જો રૂટ (64 રન)ની મહત્ત્વની વિકેટ સહિત બે વિકેટ મેળવી હતી. ભારતે પોતાની બેટિંગને મજબૂતિ આપવા માટે ચોથા પેસરના રૂપમાં શાર્દૂલ ઠાકુરને ટીમમં સમાવ્યો છે જ્યારે સીરાજનું ફોર્મ જોતાં તેને ટીમમાં લેવાયો છે. ટીમમાં રવીન્દ્ર જાડેજાના રૂપમાં એકમાત્ર સ્પીનર જ છે.

ભરાતે લંચ સુધી દબાણમાં રાખીને ઈંગ્લેન્ડની બે મહત્ત્વની વિકેટ લઈ લીધી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં પ્રથમ સેશનમાં બે વિકેટે 61 રન બનવ્યા હતા. ઓપનર રોરી બર્ન્સ (0) અને જાોક ક્રશઉલી (27 રન) આઉટ થઈ ગયા હતા. ભારત ચાર ફાસ્ટ બોલર સાથે મેદાને ઉતર્યું છે અને કેપ્ટન વિરાટ કોહલીએ લંચ પહેલાં આ ચારેયનો ઉપયોગ કરી લીધો હતો. લંચ સુધીમાં બુમરાહ અને સીરાજને એક-એક વિકેટ મળી હતી. દિવસની રમતના અંત સુધીમાં ભારતે વિનાવિકેટે 21 રન બનાવી લીધા છે.


Related News

Loading...
Advertisement
Advertisement