કુશ્તીમાં ભારતને મોટો ઝટકો: વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજય

05 August 2021 11:34 AM
India Sports
  • કુશ્તીમાં ભારતને મોટો ઝટકો: વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજય
  • કુશ્તીમાં ભારતને મોટો ઝટકો: વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઈનલમાં પરાજય

જો કે હજુ પણ બ્રોન્ઝ મેડલની આશા જીવંત: અન્ય પહેલવાન અંશુ મલિક પણ બ્રોન્ઝ મેડલ માટેનો મુકાબલો હારી ગઈ

નવીદિલ્હી, તા.5
ટોક્યો ઓલિમ્પિકમાં આજે મહિલા કુશ્તીમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની દિગ્ગજ રેસલર અને વર્લ્ડ નંબર વન ખેલાડી વિનેશ ફોગાટને 53 કિલોગ્રામ વેઈટ કેટેગરીના ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેને બેલારુસની વેનેસા કાલાજિંસકાયાએ 9-3થી હરાવી છે. જો કે તેની બ્રોન્ઝ મેડલ જીતવાની આશા હજુ પણ જીવંત છે. આ માટે વિનેશ સામે જીતેલી વેનેસાએ ફાઈનલ મુકાબલામાં જવું પડશે. ત્યારબાદ રેપચેઝ રાઉન્ડ દ્વારા વિનેશ પાસે મેડલ જીતવાની તક રહેશે. વિનેશે આ પહેલાં સ્વિડનની રેસલર સોફિયા મૈટસનને 7-1થી હરાવી હતી.

આવી જ રીતે પહેલવન અંશુ મલિક બ્રોન્ઝ મેડલનો મેચ હારી ગઈ છે. તેને રેપચેઝ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. રેપચેઝ મુકાબલામાં તેને રશિયાન ખેલાડી વૈલેરિયા કોબલોવાએ 5-1થી હરાવી છે.

કુશ્તીમાં આજે ભારત મહત્ત્વનો દિવસ: પહેલવાન રવિકુમાર ફાઈનલમાં ઉતરશે
કુશ્તીમં આજે ભરાત માટે મહત્ત્વનો દિવસ છે. પુરુષ પહેલવાન રવિકુમાર દહિયા રશિયાના ઉગએવ જાઉર વિરુદ્ધ ફાઈનલ મુકાબલોા રમશે. તે કમ સે કમ સિલ્વર મેડલ તો જીતી જ ગયો છે. જો કે તેના પ્રદર્શનને જોતાં તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા છે. આ ઉપરાંત પહેલવાન દીપક પુનિયા પણ બ્રોન્ઝ મેડલ માટે જોર લગાવશે.


Related News

Loading...
Advertisement
Advertisement