રાજયમાં પ્રથમવાર ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાઇ: વાપી નજીકથી 4.5 કિલો મેફેડ્રોન સાથે બે પકડાયા

05 August 2021 11:36 AM
Crime Gujarat
  • રાજયમાં પ્રથમવાર ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપાઇ: વાપી નજીકથી 4.5 કિલો મેફેડ્રોન સાથે બે પકડાયા

ગુજરાત એનસીબીની કાર્યવાહી, 20 અધિકારીઓએ એકશન પ્લાન કરી દરોડા પાડયા, આરોપીઓના જુદા-જુદા ઠેકાણાઓ પરથી 85 લાખની રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઇ

રાજકોટ તા.5
ગુજરાત નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોએ રાજયમાં પ્રથમ વખત ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપી પાડી છે. વલસાડ જિલ્લાના વાપી નજીક ડુંગરી ગામે ચાલતા યુનિટ ઉપર દરોડો પાડી 4.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીઓના જુદા-જુદા ઠેકાણાઓ પરથી રૂા.85 લાખની રોકડ કબ્જે કરી બે શખ્સની ધરપકડ કરી છે. વિસ્તૃત વિગત મુજબ ગુજરાત એનસીબીએ વાપીમાં ચાલતા એમડી ડ્રગ્સ મેન્યુ ફેક્ચરિંગ પ્લાન્ટમાં દરોડો પાડીને બે આરોપીને 4કિલો 5 ગ્રામ તૈયાર કરાયેલું એમડી ડ્રગ્સ અને રોકડ 85 લાખ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ એનસીબી ને મળેલી બાતમીના આધારે વાપીમાં પ્રકાશ પટેલ નામનો વ્યક્તિ યુનિટ ભાડે રાખી એમડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું છે. જેથી 20 કલાકથી એનસિબીના 20 થી વધુ અધિકારીઓ દ્વારા છાપે મારી કરવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો અને આ એક્શન પ્લાન અંતર્ગત રેડ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત એનસિબી એ એમડી ડ્રગ્સ બનાવવાનું આખું કારખાનું હાથ લાગ્યું હતું. જે કારખાનામાં નશાનો સામાન બનાવવામાં આવતો હતો. આ રેડમાં 4 કિલો 5 ગ્રામ તૈયાર કરાયેલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

રેડ દરમિયાન એમડી ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પરથી 500 ના દરની 85 લાખની રોકડ પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સ બનાવવામાં તેમજ વેચાણમાં આ રોકડ રકમનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે, આ આખા પ્લાન્ટનું સંચાલન બે વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતું હાવોની વિગતો સામે આવી હતી. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ પટેલ જે કેમિસ્ટ છે અને મદદગારીમાં સોનુ રામનિવાસ હતો. બંને આરોપીઓની ભૂમિકા તપાસતા એમડી ડ્રગ્સ બનાવીને તૈયાર કરવાની જવાબદારી પ્રકાશ પટેલની હતી અને બની ગયેલા એમડી ડ્રગ્સના વેચાણ કરવાની જવાબદારી બીજા આરોપી એવા સોનુ રામનિવાસની હતી.

Related News

Loading...
Advertisement
Advertisement