પેગાસસ ઈફેકટ: એન્ટી હેકીંગ સોફટવેરનું બજાર ખુલી ગયું

05 August 2021 11:47 AM
Ahmedabad Gujarat
  • પેગાસસ ઈફેકટ: એન્ટી હેકીંગ સોફટવેરનું બજાર ખુલી ગયું

રૂા.400-500 કરોડના જાસૂસી સોફટવેરનો મુકાબલો રૂા.4 કરોડના એન્ટી માલવેરથી!

સાયબર સિકયોરીટી કંપની દ્વારા ગુજરાત પોલીસ અને કોર્પોરેટ ક્ષેત્રના કેટલાક માંધાતાઓ સમક્ષ નિર્દેશન: કોઈપણ ફિશિંગ-હેકીંગ સામે રીયલ ટાઈમ એલર્ટ: ખુદ ડેટા નહી ચોરે: એક સાથે 500 ફોન માટે સુરક્ષા: વૈશ્વીક ગ્રાહકો હોવાનો દાવો

અમદાવાદ: દેશભરમાં ઈઝરાયેલી જાસૂસી સોફટવેર પેગાસસ મુદે વિવાદ છે તો હવે સાયબર સિકયોરીટી કંપનીઓને તેમાં પણ ધંધો દેખાવા લાગ્યો છે અને પેગાસસ કે કોઈપણ જાસૂસી સોફટવેર બગ કે પછી સાયબર એટેક સામે એલર્ટ કરતા સોફટવેરનો બીઝનેસ પણ શરુ થયો છે. જે મોબાઈલ ફોન પર થતા કોઈ પણ ફિશીંગ એટેકની સામે સુરક્ષા આપશે અને એલર્ટ પણ કરી દેશે તે તેઓને પર્સનલ ડેટા પણ ચોરવા દેશે નહી.

હાલમાં જ ભારતની એક સાયબર સિકયોરીટી કંપનીએ અમદાવાદમાં રાજયના ટોચના પોલીસ અધિકારીઓ અને કોર્પોરેટ ક્ષેત્રના કેટલાક વડાઓ સમક્ષ આ સોફટવેરનું પ્રદર્શન કર્યુ હતું અને તે પેગાસસ એટેક અટકાવવા માટે પણ ‘શક્તિમાન’ હોવાનો દાવો થયો છે. ગુજરાત બહારની આ સાયબર સિકયોરીટી ફર્મ અનેક રાજયોમાં આ પ્રકારે માર્કેટીંગ કરી રહી છે. પેગાસસ સોફટવેરની કિંમત રૂા.400 થી રૂા.500 કરોડની અંદાજવામાં આવે છે અને ઈઝરાયેલની કંપની અત્યાર સુધી તે ફકત કોઈ પણ દેશની સરકારોને જ વેચતી હતી.

પણ પેગાસસ સહિતના આ પ્રકારના જાસૂસી સોફટવેરનો મુકાબલો કરવા જે સોફટવેર ઓફર થઈ રહ્યા છે તેની કિંમત રૂા.3થી રૂા.4 કરોડની હોવાનો અંદાજ છે અને તે 500 ફોનમાં સુરક્ષા આપી શકે છે. ઉપરાંત આ સોફટવેરની એક ખાસીયત છે કે તે જે તે મોબાઈલમાં ઈન્સ્ટોલ કર્યા બાદ તે વ્યક્તિના કોઈ ડેટા ચોરતુ નથી અને જો આ ફોન પર કોઈ સાયબર એટેક થાય તો તુર્ત જ રીયલ ટાઈમ એલર્ટ કરી દે છે. આ ફર્મએ દાવો કર્યો કે તેના આ એન્ટી હેકીંગ સોફટવેરના વિશ્વમાં 5 લાખથી વધુ ગ્રાહકો છે અને 35 જેટલા સરકારી વિભાગો અને વિદેશી ઈન્ટેલીજન્સ તથા ડિટેન્સ એજન્સીઓએ પણ તે મેળવ્યા છે.

જો કે આ સોફટવેરને મોબાઈલમાં ઈન્સ્ટોલ કર્યા બાદ તેનો એક સંયુક્ત કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂમ ઉભો કરવો પડે છે જેથી તે એક સાથે અનેક ફોન પર મોનેટરીંગ કરી શકાય છે. અને જે કંઈ એલર્ટ મળશે તે રીયલ ટાઈમ હશે અને તે બાદ ફોનને મોડીફાય કરવો પડશે. જો કે પેગાસસ એ ખૂબ જ સ્કીલ સોફટવેર છે તે તમારી જાણ વગર જ ફોનમાં ઘુસીને માઈક્રોફોનને એકટીવ કરી તમામ કોલ રેકોર્ડ કરે છે. ઈમેજ કે સંદેશાની કોપી કરે છે. તમારી હિલચાલને તમારા ફોનથી જ ફિમીંગ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement