સૂર્યોદય યોજનાનો કચ્છથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

05 August 2021 11:49 AM
kutch Gujarat
  • સૂર્યોદય યોજનાનો કચ્છથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

આજે સાંજ સુધી કચ્છમાં કાર્યક્રમો : 1.18 લાખ ખેડુતોને વિજળીનો લાભ પહોંચશે

ભૂજ, તા.5
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ આજે તા.5મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસ નિમિત્તે રાજ્યભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી’ પ્રારંભ કરાવ્યો છે.

કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલકિટ યોજના’ હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે 121 સબ સ્ટેશન તેમજ 561 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1,18,000 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. તદુપરાંત રૂપિયા 79 કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ યોજાયા છે જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતોને મળશે.

મુખ્યમંત્રીએ સવારે લાયન્સ હોસ્પિટલ-ભુજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આર.ડી. વરસાણી હાઇસ્કૂલ-ભુજ ખાતે કિસાન સન્માન અને કિસાનોને સહાય વિતરણના મુખ્ય કાર્યક્રમમાં કિસાન ઉત્કર્ષ અને ખેડૂતલક્ષી સેવાઓનો પ્રારંભ કરાવ્યો છે. બપોરે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાશે. મુખ્યમંત્રી બપોરે સ્મૃતિવન-ભુજની મુલાકાત લેશે. સાંજે 4 વાગ્યે અંજાર તાલુકાના સતાપર ગામે ગોવર્ધન આહીર ક્ધયા વિદ્યાલય સંકુલનું લોકાર્પણ પણ તેમના હસ્તે થશે.


Related News

Loading...
Advertisement
Advertisement