સ્લીપીંગ પોડ: એરપોર્ટ પર તમો હવે ઉંઘ ખેચી શકશો

05 August 2021 12:00 PM
Ahmedabad Gujarat
  • સ્લીપીંગ પોડ: એરપોર્ટ પર તમો હવે ઉંઘ ખેચી શકશો

અમદાવાદ એરપોર્ટ પર એક નવી સુવિધા

અમદાવાદ: હવે તમો અમદાવાદના વિમાની મથકથી આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટીક ઉડાન માટે રાહ જોતા હવે તમો એક નાની ઉંઘ ખૂબ જ આરામદાયી સ્લીપ પોડસમાં ખેચી શકશો. અમદાવાદ વિમાની મથકે ડોમેસ્ટીક લોજમાં આરામદાયી સ્લીપીંગ પોડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના એક સીટી સ્ટાર્ટઅપ અર્બન નેમ દ્વારા સ્લીપીંગ પોડ મુકાય છે. જો કે તે હજું ટેસ્ટીંગ તબકકા છે અને મુસાફરોનો અનુભવ જોવામાં આવી રહ્યો છે અને જો તે વ્યવસ્થા સફળ થશે તો વધુ સ્લીપીંગ પોડ મુકવામાં આવશે. એરપોર્ટ પર અવારનવાર ફલાઈટ મોડી થાય છે કે અનેક મુસાફરો વહેલા એરપોર્ટ પર પહોંચે છે તેમાં ખુરશીમાં બેસીને ઝોકા ખાતા હોય છે તેના લગેજની પણ ચિંતા કરે છે પણ આ સ્લીપીંગ પોડ-ઝોન આ તમામ સમસ્યાનું નિવારણ છે તમો લગેજ સલામત સ્પેસ પર મુકીને આ એર પોડમાં લંબાવી શકશો. તમારુ ફલાઈટ શેડયુલ આપી દો તો તમોને વેક-અપ કોલની પણ વ્યવસ્થા હશે અને તેમાં ખૂબ જ આરામ મહેસૂસ કરી શકશો.


Related News

Loading...
Advertisement
Advertisement