દાતા ગામના સક્રિય યુવાન રાજુભાઇ સસીયાને જીલ્લા યુવા ભાજપ મંત્રીની જવાબદારી સોંપાઇ

05 August 2021 12:26 PM
Jamnagar
  • દાતા ગામના સક્રિય યુવાન રાજુભાઇ સસીયાને જીલ્લા યુવા ભાજપ મંત્રીની જવાબદારી સોંપાઇ

જામખંભાળીયા તા.5
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના નાના એવા દાતા ગામના સક્રિય યુવા કાર્યકર રાજુભાઈ ભીમાભાઈ સરસીયા (ભરવાડ)ની દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકેની વરણી કરવામાં આવી છે.

દાતા ગામના રહીશ તથા શિક્ષિત અને ઉત્સાહી કાર્યકર રાજુભાઈ ભરવાડની કાર્યરીતે ધ્યાને લઈ અને જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, જિલ્લા સંગઠન પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, બીનાબેન આચાર્ય વિગેરે દ્વારા પરામર્શ કરી અને રાજુભાઈ ભરવાડને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ખંભાળિયા પંથકના ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, વિગેરેને સાથે લઈ અને ચાલતા રાજુભાઈ ભરવાડ દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે. તેમની આ વરણીને જિલ્લાના રાજકીય આગેવાનો, કાર્યકરો, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, સાથે જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર વિગેરે દ્વારા આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ મહત્વનો મુદ્દો મેળવી રાજુભાઈ સરસીયાએ સમગ્ર ભરવાડ સમાજનુંં ગૌરવ વધાર્યું છે.


Loading...
Advertisement
Advertisement