સાવરકુંડલામાં પ્રેસ કલબની સ્થાપના હોદેદારોની સર્વાનુમતે નિમણુંક

05 August 2021 12:26 PM
Amreli
  • સાવરકુંડલામાં પ્રેસ કલબની સ્થાપના હોદેદારોની સર્વાનુમતે નિમણુંક

અમરેલી, તા. 5
સાવરકુંડલા પ્રેસ કલબની સ્થાપના કરવા માં આવી હતી અને સર્વાનુમતે વિવિધ હોદેદારોની વરણી કરવવામાં આવી હતી. સાવરકુંડલા શહેરના પ્રીન્ટ અને ઈલેકટ્રિક મીડિયાના પત્રકારોની એક મીટીંગ માનવ મંદિર ખાતે મળી હતી.

પત્રકારોની મીટીંગમાં લોક સમસ્યાઓનો ઉકેલ લાવવા શહેરીજનોના પ્રશ્ને અને શહેરના હિત અને વિકાસ માટે સહભાગી બનવું તેમજ ખોટું કરવું નહીં અને ખોટું ન કરવા દેવું. તેવી અતિ મહત્વપૂર્ણ ચર્ચા ઉંડાણપૂર્વક કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ હોદે્દારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે સૂર્યકાન્ત ચૌહાણ, કાર્યકારી પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ખુમાણ, ઉપપ્રમુખ તરીકે ઈકબાલ ગોરી, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ટાંક, મહામંત્રી તરીકે દીપકભાઈ પાંધી, મહામંત્રી તરીકે કેતનભાઈ બગડા, સહમંત્રી તરીકે જીજ્ઞેશભાઈ કળથીયા, સંગઠન મંત્રી તરીકેબિપીન પાંધી, મંત્રી તરીકે સોહિલ શેખ, યોગેશ ઉનડકટ અને ખજાનચી તરીકે ઈંદ્રિશભાઈ જાદવની સર્વાનુમતે વરણી કરવામાં હતી અને કારોબારી સભ્ય તરીકે મહેન્દ્ર બગડા, દિલીપભાઈ જીરૂકા, નસીરભાઈ ચૌહાણ, રવીન્દ્રભાઈ યાદવ, હરેશભાઇ ખુમાણ, અશરફભાઈ કુરેશી, (ચિનગારી) યુનુસભાઈ જાખરા, નૈમિશ ચૌહાણ, રાહુલભાઈ બગડા, પ્રિયંકાભાઈ પાંધી અને આમંત્રિતમાં સુભાષ સોલંકીની વરણી કરવામાં આવેલ છે.


Loading...
Advertisement
Advertisement