ખેડુતોની સરકાર દ્વારા સતત અવગણના : અનેક પ્રશ્ર્નો અધ્ધરતાલ

05 August 2021 12:28 PM
Rajkot
  • ખેડુતોની સરકાર દ્વારા સતત અવગણના : અનેક પ્રશ્ર્નો અધ્ધરતાલ

પૂર્વ મંત્રી બળવંતભાઇ મણવરનો આક્રોશ

ઉપલેટા, તા. 5
પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી અને ખેડુત આગેવાન બળવંતભાઇ મણવરે સ્થાનિક પત્રકારો સમક્ષ એક નિવેદનમાં જણાવેલ છે કે દેશના ખેડુતોનું કોઇ સાંભળનાર નથી કૃષિ મંત્રીઓ મુખ્યમંત્રીઓ ખેડુતો અને ખેતીના પ્રશ્ર્ને કાંઇ જાણતા નથી અભ્યાસ નથી ચિંતા કરતા નથી ભારત એક ખેતીપ્રધાન દેશ છે આખા દેશનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે.

ત્યારે ખેડુતોના પ્રશ્ર્ને નિષ્ક્રિયતા દેશને કંગાળ બનાવી દયે છેલ્લા ઘણા વર્ષોમાં કૃષિ માટેના કોઇ નવા ડેમ બનાવામાં આવ્યા નથી જે ડેમો છે તેમાં ખેડુતોને મર્યાદિત થોડુ પાણી આપીને મોટા ભાગનું પાણી શહેરોને પીવા માટે અનામત રાવામાં આવે છે અનિયમીત અને ઓછા વરસાદ માવઠા વાવાઝોડા ને કારણે ખેતીમાં ઓછું ઉત્પાદન થાય છે અને ઉપરથી ડિઝલ વિજળી દવા ખાતર બિયારણ સહિતના ઉંચા ભાવે માથે મોંઘી મજુરી ચડાવી ટ્રાન્સપોટીંગના ઉંચા ભાડા સહિતની બાબતે જોતા ખેડુતોના હાથમાં કંઇ આવતુ નથી અને ખેડુતો બેંક સહકારી લોન અને ખાનગી ધીરધાર પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લઇ કર્જવાન થઇ આત્મહત્યાઓ કરી રહ્યા છે.

સરકારના પેટનું પાણી હલતુ નથી દેશનો મોટો વર્ગ ખેડુત છે. ચૂટણી ટાણે ઠાલા વચનો આપી ચુટાયા પછી અને સતા હાથમાં આવ્યા પછી તું કોણ અને હું કોણ પાંચ વર્ષ સુધી કોઇ પ્રતિનિધિઓ પ્રધાનો ફરકતા નથી અને જયાં ચૂંટણીઓ આવે એટલે પાછા વચનોની વણઝાર લઇને પહોંચી જાય છે બિચારા ખેડુતો ફરીથી ભોળવાઇ જાય છે આ સીલસીલો વર્ષોથી ચાલુ છે.

અંતમાં બળવંતભાઇએ જણાવેલ છે કે ખેડુત વિરોધી કાયદાના વિરોધમાં હરીયાણા પંજાબ સહિતના રાજયોના ખેડુતો છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે જેમાં ઘણા જ ખેડુતો શહીદ થયા છે છતાં પણ સરકાર કાંઇ સાંભળતી નથી ખેડુતોના આવા તમામ પ્રશ્ર્ને દેશ ભરમાં ભારે રોષનું વાતાવરણ ઉભુ થવા પામ્યું છે ત્યારે નજીકના સમયમાં આવનારી પંજાબ યુપી બિહાર ગુજરાત સહિતના રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને ભારે પડશે તેવું અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement