ભાજપના સુશાસન સામે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઠેર ઠેર સ્થળે વિરોધ

05 August 2021 12:30 PM
Amreli Crime
  • ભાજપના સુશાસન સામે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ઠેર ઠેર સ્થળે વિરોધ

ભાજપ સરકારનો સત્ય છુપાવવાનો પ્રયાસ : પરેશ ધાનાણી

અમરેલી, તા. 5
અમરેલીનાં યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી જયારથીવિપક્ષી નેતા બન્યા છે ત્યારથી તેઓ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ભારે સંઘર્ષ કરી રહૃાા છે અને છાશવારે પોલીસ ઘ્વારા અપમાનિત બની રહૃાા છે. છતાં પણ ગરીબો, નિરાધારો, બેરોજગારો, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓનાં પ્રશ્ને ભાજપ સરકાર સામે લડત ચલાવીને ખરા અર્થમાં જનપ્રતિનિધિ સાબિત થઈ રહૃાાં છે.

વર્તમાન સમયમાં ભાજપ સરકાર રૂપાણીનાં કાર્યકાળનાં પાંચ વર્ષનાં સુશાસનની સમગ્ર રાજયમાં ઉજવણી કરી રહી છે. તેવા સમયે મુખ્ય વિપક્ષી કોંગ્રેસ પક્ષ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા મેદાનમાં ઉતર્યો છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણી છેલ્લા 3 દિવસથી રાજયનાં જુદા- જુદા સ્થળોએ ભાજપ સરકારની નિષ્ફળતા અંગે જનતા જનાર્દનને માહિતગાર કરી રહૃાાં છે. તેઓ સાથે પોલીસ વિભાગ અવારનવાર અસભ્ય વર્તન કરતી જોવા મળે છતાં પણ તેઓ અડિખમ બનીને જનહિત માટે સંઘર્ષ કરી રહૃાાં છે. ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરીને વિપક્ષનો અને પરોક્ષ રીતે રાજયની જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે તેવું વિપક્ષી નેતા જણાવી રહૃાાં છે.

ભાજપનાં ર6 વર્ષનાં શાસનમાં ગુજરાતમાં મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ભુખમરો સહિતની સમસ્યાઓ તો વિકરાળ બની છે પરંતુ જેના નામે મત માંગીને સત્તાની સીડી ચડવામાં આવી તેવી ગૌ-માતા આજેપણ જયાં ત્યાં ભટકી રહી હોય છતાં પણ સુશાસનનાં ગાણા ગવાતા હોય વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આશ્ચર્ય વ્યકત કર્યુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement