ઉનાનાં દ્રોણ-કોદીયા માર્ગના પુલ ઉપરથી સ્કુટી નીચે ખાબકતા બે શિક્ષકને ઇજા

05 August 2021 12:49 PM
Veraval
  • ઉનાનાં દ્રોણ-કોદીયા માર્ગના પુલ ઉપરથી સ્કુટી નીચે ખાબકતા બે શિક્ષકને ઇજા

બંને બહેનોને તાત્કાલીક દવાખાને સારવાર અપાઇ

ઉના તા.5
ગીરગઢડા તાલુકાના કોદીયા ગામ તરફ જતો રસ્તા રસ્તે 3 કિ.મી.સુધી બિસ્માર હાલતમાં મુકાતા વાહન ચલાવવું અતિ મુશ્કેલ બની ગયેલ છે. આ રસ્તો તંત્રની બે દરકારીના કારણે બનતો ન હોવાથી ગ્રામજનોને આવવા જવવા ભારે મુશ્કેલી પડે છે. અને વારંવાર અકસ્માતની ધટનાઓ બની રહી છે. જેમાં અનેક લોકોને જીવ ગુમાવ્યા છે.દ્રોણ તરફ આજે વહેલી સવારના 7 વાગ્યાના સુમારે બે શિક્ષીકાઓ શાળાએ પોતાની ફરજ બજાવવા જતાં હતા. ત્યારે દ્રોણ અને કોદીયા વચ્ચે મચ્છુન્દ્રી નદીના બેઠા પુલ ઉપરથી પસાર થતા હતા. ત્યારે અચાનક સ્કુટી બાઇક સ્લીપ થતાં બન્ને શિક્ષીકાઓ પુલ નીચે પડી ગયેલ અને સ્કુટી બાઇક પણ પડી જતાં બન્ને શિક્ષીકાઓને ગંભીર રીતે ઇજા પહોચી હતી.

આ ધટના સવારના 7 વાગ્યાની આસપાસ બનતા બન્ને બહેનોને ગંભીર ઇજા થવાના કારણે સારવાર હેઠળ ખસેડાયેલ છે. અરવલ્લી અને ગાંધીનગર જીલ્લામાં વતન ધરાવતા બન્ને શિક્ષીકા બહેનો કોદીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માત થવા પાછળ કારણ એવુ બહાર આવ્યુ છેકે ત્રણ કિ.મી.નો માર્ગ લાંબા સમયથી ધોર બિસ્માર હાલતમાં હોય અને આ રસ્તો ગામ લોકોની બનાવવાની રજુઆત પછી પણ તંત્ર દ્રારા ધ્યાન અપાતુ ન હોવાના કાણે અકસ્માત થતા હોવાનું બહાર આવેલ છે.


Loading...
Advertisement
Advertisement