સાવજનું કાળજુ પુસ્તકની પ્રથમ આવૃતિમાં 61 હજાર કોપીનો વિશ્ર્વ રેકોર્ડ

05 August 2021 12:50 PM
Dhoraji
  • સાવજનું કાળજુ પુસ્તકની પ્રથમ આવૃતિમાં 61 હજાર કોપીનો વિશ્ર્વ રેકોર્ડ

વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવનકવન પર આલેખાયેલા; કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને પ્રમાણપત્ર એનાયત

ધોરાજી તા.5
ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રજાહૃદયમાં પડેલી અમીટ છાપના લિખિત દસ્તાવેજ સમું પુસ્તક "સાવજનું કાળજું" સર્જકશ્રી રવજી ગાબાણી દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ગુજરાતનાં લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવન-કવનના અનેક પ્રસંગો હૃદયસ્પર્શી શૈલીમાં આલેખવામાં આવ્યા છે.

ફૂલ સાઈઝની આ બૂક સંપૂર્ણ સાહિત્યિક છે, જેને ણઈઅઉ પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. પ્રથમ આવૃત્તિમાં જ આ બૂકની કુલ 61000 કોપી પબ્લિશ થઈ છે. ગુજરાતી ભાષામાં લખાયેલી આ બૂક ગુજરાતી ભાષામાં 61000 કોપીનો પ્રથમ આવૃત્તિ માટેનો વિશ્વ રેકોર્ડ છે. જેનું વિમોચન જેતપુર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતાં. આ રેકોર્ડની નોંધ કરવા માટે "વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ લંડન"ના સૌરાષ્ટ્ર-કચ્છ અને દિવના પ્રમુખ શૈલેષ બારડ, ગુજરાત સચિવ હરસુખભાઈ સોજીત્રા અને એમની ટીમે હાજર રહી "સાવજનું કાળજું" માટે ઉપર મુજબનો વિશ્ર્વ રેકોર્ડ નોંધી તે અંગેનું પ્રમાણપત્ર રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને, બૂકના લેખક રવજી ગાબાણી અને પ્રકાશક મનીષ પટેલની હાજરીમાં એનાયત કરેલ. આ તકે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ લંડન સંસ્થાના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર, ભારતના પ્રેસિડેન્ટ શ્રી સંતોષ શુક્લા , ગુજરાતના પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.


Loading...
Advertisement
Advertisement