હળવદના મીયાણી ગામના બે ભાઇઓનું સન્માન

05 August 2021 12:54 PM
Morbi
  • હળવદના મીયાણી ગામના બે ભાઇઓનું સન્માન
  • હળવદના મીયાણી ગામના બે ભાઇઓનું સન્માન

ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવી નિવૃત થતા

હળવદ તાલુકના મિયાણી ગામના વતની બે સગાભાઇઓ ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવી દેશના સીમાડાઓની રક્ષા કરતા હતા ત્યારે વય મર્યાદાના કારણે નિવૃત થતા સમસ્ય મિયાણી ગામે ઉમળકાભેર આવકારી બંને વીર જવાન બંધુઓનં સન્માન કર્યું હતું. હળવદ તાલુકાના મિયાણી ગામના વતની જેઓ ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવી વય મર્યાદાના લીધે નિવૃત થતા નરસિંહભાઇ મનજીભાઇ પરમાર તેમના માદરે વતન પરત ફર્યા હતા તેમના સગા ભાઇ મુકેશભાઇ મનજીભાઇ પરમાર પણ ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવી 2 વર્ષ પહેલા વયમર્યાદાના લીધે નિવૃત થયા હતા 5રંતુ કોરોના મહામારીના કારણે તેમનું સન્માન થઇ શકયું નહોતું. આ બંને ભાઇઓનું સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મિયાણી શાળાના ફરજ બજાવી વર્તમાન સમયે ટિકર સરકારી શાળાના આચાર્ય ચતુરભાઇ એ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મિયાણીના સમસ્ત ગ્રામજનો તેમજ મિયાણી પ્રાથમિક શાળા દ્વારા અને હળવદ ભાજપ પરિવાર અને રોટરી કલબ ટીકર અને શ્રી આંબેડકર ગ્રુપ ટીકર તેમજ ગામના તમામ સમાજના લોકોએ વિવિધ મોમેન્ટો અને સાલ અને ફુલના હાર પહેરાવી તેઓનું સન્માન કર્યું હતું.


Loading...
Advertisement
Advertisement