સુરેન્દ્રનગર : નગરપાલિકા ના ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ 15 દિવસમાં બીજી વખત હડતાલ ઉપર ઉતર્યા!

05 August 2021 12:55 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : નગરપાલિકા ના ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ 15 દિવસમાં બીજી વખત હડતાલ ઉપર ઉતર્યા!
  • સુરેન્દ્રનગર : નગરપાલિકા ના ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ 15 દિવસમાં બીજી વખત હડતાલ ઉપર ઉતર્યા!
  • સુરેન્દ્રનગર : નગરપાલિકા ના ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ 15 દિવસમાં બીજી વખત હડતાલ ઉપર ઉતર્યા!

પડતર પ્રશ્ને અને પીએફની રકમ ચૂકવવામાં ન આવતા ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓની ધીરજ ખૂટી

વઢવાણ, તા.5
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા નો વહીવટ અત્યંત ખાતે ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને પોતાના પીએફ તથા પૂરતો પગાર મળતો ન હોવાના કારણે અવારનવાર ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર ઈલેક્ટ્રીક વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા 15થી વધુ કર્મચારીઓ આજે વહેલી સવારથી હડતાલ ઉપર ઉતરી ચૂક્યા છે પડતર પ્રશ્નો ના નિરાકરણ ન આવતા ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓની ધીરજ ખૂટી છે અને પોતે આજે વહેલી સવારથી કામ ઉપર થી અળગા રહ્યા છે હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે.સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓને પૂરતો પગાર તથા કામ કરવાના સાધનો તેમજ પીએફની રકમ છેલ્લા બે વર્ષની ચૂકવવામાં આવતા ઈલેક્ટ્રીક વિભાગના 15થી વધુ કર્મચારીઓની ધીરજ ખૂટી છે અને ફરી એક વખત તે હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતા ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારી છેલ્લા એક માસના સમયગાળામાં બીજી વખત હડતાલ ઉપર ઉતર્યા છે કારણ કે એક મહિના પહેલાં જે હડતાલ ઉપરના કર્મચારીઓ ઉતર્યા હતા ત્યારે તેમને પીએફ તથા પગાર વધારાના પ્રશ્ન હતો તે આગામી દિવસોમાં નિરાકરણ માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખાતરી આપવામાં આવી હતી પરંતુ એક માસનો સમયગાળો વીતી ગયા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે કોઇપણ જાતનો વિચાર કરવામાં ન આવતા ફરી એક વખત ઈલેક્ટ્રીક વિભાગના 15થી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે.

1લી જુલાઈએ હડતાલ ઉપર ઉતર્યા ત્યારે ઈલેક્ટ્રીક વિભાગના પૂર્વ ચેરમેન અને એલઈડી લાઈટ ના કોન્ટ્રાક્ટર દ્વારા પીએફ અને પગાર વધારાની ખાતરી આપી કામે લગાડયા હતા પરંતુ તે ખાતરી લોલીપોપ નીકળી તેવું કર્મચારીઓએ જણાવેલ હતું. પહેલી 1 જુલાઈથી નગરપાલિકાના ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા તે સમયે નગરપાલિકાના ઈલેક્ટ્રીક વિભાગના પૂર્વ ચેરમેન દોડી આવ્યા હતા અને એલીડી લાઇટ ના કોન્ટ્રાક્ટર પણ દોડી આવ્યા હતા અને આ નગરપાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી અને દિવસ 3 માં તમામ તેમના પ્રશ્નો હલ આવશે તેવું જણાવી અને કામ ઉપર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેને આ જ એક મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ત્યારે નથી તેમનો પી.એફ. જમા થયો કે નથી તેમના પગારમાં વધારો થયો.


Loading...
Advertisement
Advertisement