ઉનામાં આધારકાર્ડ મેળવવા અરજદારોને ધરમ ધક્કા

05 August 2021 12:55 PM
Veraval
  • ઉનામાં આધારકાર્ડ મેળવવા અરજદારોને ધરમ ધક્કા

અરજદારોનું મામલતદાર કચેરીએ હલ્લાબોલ : ઉગ્ર રોષ

ઉના તા.5
ઊના શહેરમાં છેલ્લા ધણા સમયથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં એડમીશન માટે આધાર કાર્ડ ફરજીયાત હોય જેથી આ બેંકમાં સુધારા વધારા તેમજ નવા કઢાવવા પહોચતા ત્યાં રોજે રોજ ધક્કા ખવડાવતા હોય જેથી કંટાળી જઇ મહીલાઓ સહીત લોકો મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવા પહોચ્યા હતા...

સરકારી, ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવતી હોય પરંતુ છેલ્લા ધણા માસથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાથી દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા લોકો અને બાળકો હેરાન પરેશાન બની રહ્યા છે. એસબીઆઇ બેંકમાં બેઠી આધારકાર્ડની કામગીરી કરતા ખાનગી એજન્સીના માણસો મનફાવે ત્યારે આવે અને મનફાવે ત્યારે ચાલ્યા જતાં હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે રોજ ધક્કા ખાઇ રહ્યા છે.

એસબીઆઇ બેંકમાં એજન્સીના કર્મી દ્વારા રોજ ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ સાથે મહીલા રોષ વ્યક્ત કરેલ અને ત્યાં પગપાડા ચાલી મામલતદાર કચેરી ખાતે પહોચી હલ્લાબોલ કરેલ હતો. અને આ બાબતે મોખિત રજુઆત કરતા નાયબ મામલતદાર પ્રજાપતિએ આધારકાર્ડની કામગીરીને કઇ લાગે વળગે નય તેવુ જણાવતા તમામ મહીલાઓ પરત ચલ્યા જઇ સરકાર વિરોધ સુત્રોચાર કરી રોષ વ્યક્ત કરેલ હતો.

ઊના શહેરમાં એકમાત્ર ગ્રામિણ બેંકમાં આધાર કાર્ડની કામગીરી શરૂ હોય તેમાં પણ રોજ 25 ટોકન આપવામાં આવે છે. આ ટોકન લેવા માટે લોકો વહેલી સવારે પાંચ વાગ્યાથી લાઇનમાં ઉભા કરતા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે પોસ્ટઓફીસમાં કામ કરતા કર્મચારીઓ પોસ્ટ ઓફીસની કામગીરી પૂર્ણ થયા બાદ ચાર વાગ્યા પછી આધાર કાર્ડની કામગીરી હાથમાં લેતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એચડીએફસી બેંકમાં પણ છેલ્લા ધણા સમયથી કામગીરી બંધ હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોના આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરી તાત્કાલીક થાય અને કલાકો સુધી રાહન જોવી ન પડે તેને ધ્યાને રાખી આધાર કાર્ડની કામગીરી વધારવા લોકોની માંગણી ઉઠી રહી છે.


Loading...
Advertisement
Advertisement