સુરેન્દ્રનગર : ટ્રક-ટ્રાન્સપોર્ટ હડતાલની શરૂઆત : 80થી વધુ ટ્રકના પૈડા થંભી ગયા

05 August 2021 12:57 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર : ટ્રક-ટ્રાન્સપોર્ટ હડતાલની શરૂઆત : 80થી વધુ ટ્રકના પૈડા થંભી ગયા

હડતાલના અમલ માટે સુરેન્દ્રનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રોડ ઉપર આવ્યું : જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ શરૂ ન થાય ત્યાં સુધી લોડિંગ નહીં કરવા ટ્રક માલિકોને તાકિદ

વઢવાણ, તા.5
ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત બનેલા ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ(જેનો માલ એની મજુરી)પદ્ધતિ લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ કરતા છેલ્લા અઠવાડિયાથી લોડિંગ ટ્રકોના ટાયર થંભી ગયા છે ત્યારે હડતાલને વધુ અસરકારક બનાવવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશન રોડ ઉતરી આવ્યું છે અને લોડીંગ કરી ટ્રકો પસાર થાય છે તેને અટકાવવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર ટ્રક ઓનર્સ એસોસિયેશન આગેવાનો અને સભ્યોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં ‘જીસકા માલ ઉસકા હમાલ’ નિયમ લાગુ કરાવા માગ કરાઇ હતી. જો તેમ નહીં કરાયો તો આગામી સમયમાં લોડિંગ અનલોડિંગ બંધ કરવાની ચીમકી અપાઇ હતી. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ‘જીસકા માલ ઉસકા હમાલ’ અભિયાન હાથ ધર્યું છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને સુરેન્દ્રનગર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની બેઠક મળી હતી. તા. 1-8-21થી સુરેન્દ્રનગરમાં પણ આ અભિયાન લાગુ કરવાનુ નક્કી કરાયું હતું.

સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશનના અજુભાઇ કલોત્રા, મંત્રી વેલાભાઇ સભાડ, ઉપપ્રમુખ અજુભાઇ રબારી, નરેન્દ્રસિંહ પરમાર, પરેશભાઇ ખાંભલા સહિત સભ્યોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ બધા ટ્રાન્સપોર્ટ તથા ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને વઢવાણ ઇન્ડસ્ટ્રિઝ એસોસિયેશનને કોઇ પણટ્રાન્સપોર્ટ ભાઇ ગાડી લગાવે તો પાર્ટીને જણાવી દેવાનું કે ગાડી માલિક ગાડી લોડ કરવાના કે ગાડી અનલોડ કરવાના રૂપિયા નહીં આપે તથા કોઇ પણ જાતના અન્ય ખર્ચ જેવા કે કાંટા, ડાલા, મુશિયાના નહીં આપે. આથી દરેક પાર્ટી અને વેપારીઓને સહયોગ આપવા માગ કરાઇ હતી. જે આનો અમલ નહીં કરાય તો નછૂટકે લોડિંગ અને અનલોડિંગ બંધ કરવામાં આવશેની ચીમકી અપાઇ હતી.

આવશ્યક ચીજવસ્તુઓ માટે ટ્રાન્સપોર્ટની સેવા શરૂ રાખવામાં આવશે
હાલમાં સમગ્ર રાજયવ્યાપી ટ્રક એસોસિયેશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં જિસકા માલ ઉસકા હમાંલ ની પદ્ધતિ શરૂ કરવા માટે અનેક સમય પહેલાં રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ આ મામલે કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ની ધીરજ ખૂટી છે અને સુરેન્દ્રનગર ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને હડતાળ પાડવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર આવશ્યક ચીજવસ્તુઓ માટે ટ્રાન્સપોર્ટ સેવા શરૂ રાખવામાં આવી છે જેને લઇને લોકોને કોઈ જાતની હાલાકી ન પડે.

જિલ્લાનાં અનેક ટ્રાન્સપોર્ટએ ખોટ કરી અને ધંધા બંધ કરી નાખ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ટ્રાન્સપોર્ટ ના માલિકોએ પોતાના ધંધા બંધ કરી નાખ્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષના સમયગાળામાં જ સુરેન્દ્રનગર જિલ્લાના નામચીન 10થી વધુ ટ્રાન્સપોર્ટ બંધ થઈ ચૂક્યા છે અને સતત પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા જઈ રહ્યા છે મજૂરી વધતી જઈ રહી છે ડ્રાઇવરના ખર્ચાઓ વધતા જઈ રહ્યા છે અને ટ્રકના મેનેજમેન્ટ ખર્ચાઓ પણ વધતા જઈ રહ્યા છે જેને લઇને જે ટ્રાન્સપોર્ટમાં નફો થવો જોઈએ તે નફો તો થઈ રહ્યો નથી સામે લાખો રૂપિયાની હોટ જઇ રહી હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ટ્રાન્સપોર્ટ છેલ્લા બે વર્ષના સમયગાળામાં બંધ થઈ ચૂક્યા છે અને ચાલુ છે તે પણ હાલમાં પોતાના ધંધા-રોજગાર બચાવવા માટે મરણ તોડ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જિસકા માલ ઉસકા હમાલ નીતિ લાગુ કરવામાં આવે અને ટ્રક એસોસિયેશન તથા ટ્રાન્સપોર્ટ અને યોગ્ય નફો થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી સુરેન્દ્રનગર ટ્રક એસોસિયેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement