જોરાવરનગરમાં પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત રીતે બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા

05 August 2021 01:00 PM
Surendaranagar
  • જોરાવરનગરમાં પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત રીતે બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા
  • જોરાવરનગરમાં પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત રીતે બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા
  • જોરાવરનગરમાં પુરવઠા વિભાગ અને પોલીસના સંયુક્ત રીતે બાયોડીઝલ વેચાણ ઉપર દરોડા

રહેણાંક મકાનમાંથી પુરવઠા વિભાગ અને જોરાવરનગર પોલીસ દ્વારા 1280 લીટર બાયો ડિઝલનો જથ્થો ઝડપી લેવાયો : રૂા. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

વઢવાણ, તા. 5
સુરેન્દ્રનગર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાયોડિઝલનો બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા બાયોડીઝલ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે ત્યારે ડીઝલના વૈકલ્પિક પદાર્થ તરીકે ઉપયોગમાં આવતું બાયોડીઝલ ઉપર સરકાર દ્વારા વેચાણ અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા તથા જિલ્લા પોલીસ સતત સતર્ક રહી અને બાયોડીઝલ વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

ત્યારે છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં બાયોડિઝલનો કરોડો રૂપિયાનો વેપલો થઈ રહ્યો હતો ત્યારે સરકાર દ્વારા જે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે ને ગેરકાયદેસર બાયોડીઝલ ના વેચાણ ઉપર પ્રતિબંધ મુકી અને બાયોડીઝલ વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે જેને લઇને સુરેન્દ્રનગરના અનેક બાયોડીઝલ વેચનાર ડેપો બંધ થઇ ચૂકયા છે.અને હજુ પણ કોઈ ચાલુ હોય તો તેના ઉપર પુરવઠા વિભાગ તથા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે અને બાયો ડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર ક્રોઝવે રોડ ઉપર રાત્રી દરમિયાન સુરેન્દ્રનગર પુરવઠા વિભાગને મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગર પુરવઠા વિભાગના મુખ્ય અધિકારી મામલતદાર નાયબ મામલતદાર અને જોરાવર નગર પોલીસને સાથે રાખી અને બાયોડીઝલ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે 1280 લીટર બાયો ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર સિટી મામલતદાર પરમાર તથા જોરાવરનગર પી.એસ.આઇ કુરેશી સાહેબ તથા પુરવઠા વિભાગની ટીમ દ્વારા રાત્રી દરમિયાન જોરાવર નગર ખાતે રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે અને 1280 લીટર બાયો ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે.

જ્યારે ખાનગી રીતે મળતી વિગત અનુસાર છેલ્લા અનેક વર્ષોથી આ મકાનમાં બાયોડીઝલ નું વેચાણ કરવામાં આવી રહ્યું હતું સરકાર દ્વારા ગેરકાયદેસર બાયો ડીઝલ વેચાણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં પણ મકાનમાં છૂપી રીતે બાયોડિઝલનો કાળો વેપલો કરવામાં આવતી હોવાની બાતમી સુરેન્દ્રનગર પુરવઠા અધિકારીને મળી હતી જેને લઇને તાત્કાલિકપણે રાત્રી દરમિયાન જ જોરાવર નગર ખાતે આવેલા મકાનમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચેકીંગ કામગીરી દરમ્યાન સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે મકાન આવેલું છે તેમાંથી બાયોડીઝલ ભરેલા પીપ મળી આવ્યા હતા. સુરેન્દ્રનગર પુરવઠા અધિકારી સીટી મામલતદાર નાયબ મામલતદાર અને જોરાવર નગર પીએસઆઇ ને સાથે રાખી અને 1280 લીટર બાયો ડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડીઝલના ભાવ આસમાને જતા ખેતી કામ તથા ટ્રાન્સપોર્ટ ધારકો દ્વારા બાયોડિઝલનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
હાલની પરિસ્થિતિ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે ત્યારે ડીઝલના ભાવ ખાસ કરી ને 99 ને બહાર પહોંચી ચૂક્યા છે. ત્યારે ડીઝલના ઓપ્શન તરીકે જો કોઈ પદાર્થ હોય તો તે બાયોડીઝલ છે ત્યારે બાયોડિઝલનો બેફામ ઉપયોગ સુરેન્દ્રનગર જિલ્લાના લોકો કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ ડીઝલ મશીન ચલાવવા માટે બાયોડિઝલનો ઉપયોગ કરી રહ્યા છે બીજી તરફ ટ્રાન્સપોર્ટમાં ચાલતા મોટા વાહનો ખટારામાં પણ બાયોડિઝલ નો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાલની પરિસ્થિતિ મુજબ બાયોડીઝલ વધુ પ્રદૂષણ ફેલાવતો હોવાના કારણે સરકાર દ્વારા ગેરકાયદેસર વેચાણ અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બાયોડિઝલ નો ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં હજુ પણ ગેરકાયદેસર બાયોડિઝલનું બેફામ વેચાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુપણ બાયોડિઝલનો બેફામ રીતે વેચાણ થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જેને લઇને વેચાણ કરતાઓની પૂરતી વિગત સુરેન્દ્રનગર તંત્રને આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે કારણકે બાયોડીઝલ છે વાહનો ના એન્જિન ને નુકશાન પહોંચાડી રહ્યું છે એટલું જ નહીં પરંતુ વાતાવરણમાં પણ વધુ પ્રદુષણ ફેલાવી રહ્યું છે તેને લઈને સરકાર દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે લોકો હજુ પણ બાયોડિઝલનો વેચાણ કરી રહ્યા છે તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર તંત્ર દ્વારા જે લોકો બાયોડીઝલ નું વેચાણ કરી રહ્યા છે તેવા લોકો ની વિગત આપી અને ધ્યાન દોરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સામાન્ય ડીઝલ કરતાં વીસ રૂપિયા એક લીટરે બાયો ડીઝલના ભાવ ઓછા
સામાન્ય ડીઝલ કરતા એક લીટરે 20 રૂપિયા બાયો ડીઝલ ના ભાવ ઓછા છે જેને લઇને અનેક મોટા વાહનો ખેતીકામ અને ડીઝલથી ચાલતા વાહન ચાલકો બાયોડીઝલ ના ઉપયોગ તરફ વળ્યા છે પરંતુ તેનો ગેરકાયદેસર વેચાણ કરવું એ પણ એક ગુનો બની રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર જગ્યાઓ ઉપર બાયોડીઝલ નું વેચાણ થઈ રહ્યું છે તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને દરોડા પણ પાડી રહ્યું છે.


Loading...
Advertisement
Advertisement