ચોટીલાનાં આણંદપુરમાં છ માસનું ભૃણ મળતા ચકચાર

05 August 2021 01:01 PM
Surendaranagar
  • ચોટીલાનાં આણંદપુરમાં છ માસનું ભૃણ મળતા ચકચાર

નાની મોલડી પોલીસ દ્વારા તપાસ શરૂ

વઢવાણ, તા.5
આપણી આસપાસ નવજાત બાળકને તરછોડી દેવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત આવી ઘટના બની છે. ચોટીલામાં બાળક મળી આવવાની ઘટના બની છે. આણંદપુર ગામે 6 માસનું ભૃણ મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.

ચોટીલાના આણંદપુર ગામે ખોજાખાના વાળી શેરીમાં આ 6 માસનું બાળક મળી આવ્યું હતું. આ બાળક ઉકરડામાં પલાટીકના ઝભલાઓ મળી આવ્યું છે. ઝભલામા બાળક મળી આવતા ગામની મહિલાએ લોકોને જાણ કરી. આ બાળકને જોવા સ્થાનિક લોકો ઉમટી પડયા હતા.

આ અંગે નાનીમોલડી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ચોટીલા 108 દ્વારા રેફરલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યું હતું. મૃત હાલતમાં નર જાતિનું 6 માસ નું ભૃણ ઉકરડામાંથી મળી આવ્યું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. આ બાળક કોનું છે અને તેને કોના દ્વારા તરછોડવામાં આવ્યું છે તે આંગે નાની મોલડી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement