જામજોધપુરમાં રહેણાંકના મકાનમાં જૂગાર દરોડો: 9 મહિલાઓ ઝડપાઇ

05 August 2021 01:01 PM
Jamnagar Crime
  • જામજોધપુરમાં રહેણાંકના મકાનમાં જૂગાર દરોડો: 9 મહિલાઓ ઝડપાઇ

13670ની રોકડ કબ્જે કરતી પોલીસ

જામજોધપુર,તા.5
જામજોધપુરમાં રહેણાંકના મકાનમાં પોલીસે દરોડો પાડી જૂગાર રમતી નવ મહિલાઓને ઝડપી લઇ રૂ.13670ની રોકડ કબ્જે કરી ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે, જામજોધપુરમાં વુમન. પોલીસ કોન્સ. ચાંદનીબેન નટવરલાલ ટાંકને બાતમી મળેલ કે જામજોધપુર ટાઉનના સંસ્કાર સ્કુલની બાજુમાં ચીત્રકુટ સોસાયટીમાં રહેતા ભારતીબેન વા/ઓફ પ્રફુલભાઇ અરજણભાઇ માકડીયા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અગંત ફાયદા સારું બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જૂગારનો અખાડો ચલાવે છે.

આ હકીકતના આધારે પોલીસે રેઇડ કરી જૂગારપટ્ટ પરથી રોકડ રૂપીયા 13670 સાથે જૂગાર રમતી નવ મહિલાઓને પકડી પાડી હતી.જેમાં ભારતીબેન વા/ઓ પ્રફુલભાઇ અરજણભાઇ માકડીયા,નીર્મળાબેન વા/ઓ અરવીંદભાઇ રવજીભાઇ સાપરીયા, જીજ્ઞાસાબેન વા/ઓ સુભાષભાઇ વીરજીભાઇ વીરમગામ, વર્ષાબેન વા/ઓ બીપીનભાઇ હરીદાસભાઇ નેનુજી, પ્રજ્ઞાબેન વા/ઓ મનોજભાઇ ગોરધનભાઇ રાયચુરા, ગીતાબેન વા/ઓ હીરેનભાઇ જગજીવનભાઇ સુબા, ઇનાબેન વા/ઓ વિજયભાઇ જીવરાજભાઇ સીણોજીયા, હીનાબેન વા/ઓ સુનીલભાઇ હરીભાઇ જાગાણી તથા નીશાબેન વા/ઓ મીતુલભાઇ કાંતીભાઇ કાલરીયા (રહે. બધા જામજોધપુર વાળા)નો સમાવેશ થાય છે.

આ કામગીરી જામજોધપુર પોસ્ટે.ના પોલીસ ઇન્સ. એમઆરસવસેટાએ એએસઆઇ વર્ષાબેન ગોહેલ પો.હેડ.કોન્સ. પ્રજ્ઞરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ડી.લાઠીયા રાકેશભાઇ ભનાભાઇ ચૌહાણ તથા રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા પોલીસ કોન્સ. માનસંગભાઇ ઝાપડીયા વુમન પોલીસ કોન્સ. રીદ્ધિબેન વાડોદરીયા તથા ચાંદનીબેન નટવરલાલ ટાંક દ્વારા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement