મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે મહિલા સુરક્ષા અને અઘિકાર અપાવવા વિરોધ પ્રદર્શન

05 August 2021 01:19 PM
Morbi
  • મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે મહિલા સુરક્ષા અને અઘિકાર અપાવવા વિરોધ પ્રદર્શન

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સંવેદના દિવસ ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવેદનહીન સરકાર સામે મહિલાઓને સુરક્ષા આપો, મહિલાઓને અઘિકાર આપો અભિયાનના મોરબીના શાક માર્કેટ ચોકમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લા, તાલુકા અને શહેરના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મહિલાઓ ઉપર અત્યાચાર દૂર કરો, મહિલાને સુરક્ષા આપવા, અઘિકાર આપવોની માંગ કરી હતી અને દરેક ક્ષેત્રે સરકાર નિષ્ફળ છે તેવો આક્ષેપ કર્યો હતો. (તસ્વીર : જીજ્ઞેશ ભટ્ટ)


Loading...
Advertisement
Advertisement