ભૂજમાં ખનીજ માફીયા બેફામ, વધુ ચાર વાહનો સીઝ કરાયા

05 August 2021 01:21 PM
kutch Crime
  • ભૂજમાં ખનીજ માફીયા બેફામ, વધુ ચાર વાહનો સીઝ કરાયા

ભૂજ તા.5
સરહદી જિલ્લા કચ્છમાં ખનીજ માફિયાઓ પર લગામ લગાડવાનું ચાલુ હોય તેમ ભુજ તાલુકાના કુકમા અને લેર સીમમાંથી પરમીટ સિવાયના વિસ્તારમાં ખનન પ્રવૃત્તિ થતી હોવાની બાબત પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગને ધ્યાને આવતાં ગત સોમવારે તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ ગેરરીતિ સામે આવતાં મંગળવારે ત્રણ ડમ્પર અને એક્સ્કેવેટર ઝડપી સીઝ કરી,પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા.ખનીજ તંત્રના વિજય સુમેરાનાં જણાવ્યા અનુસાર સોમવારે તપાસ કર્યા બાદ ચાર વાહનોને સિઝ કરવાનો આદેશ થતા સીઝ કરી પધ્ધર પોલીસ મથકને સોંપી દેવાયા છે. પરમીટ અપાય છે તે વિસ્તારની અને ખનન પ્રવૃત્તિ થઈ છે તે વિસ્તારની માપણી શીટ તૈયાર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. બાદમાં પરમીટ સિવાયના જેટલા વિસ્તારમાં ખનન પ્રવૃત્તિ થઈ હશે તેની દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement