મોરબીમાં બહેનોને 212 લાખના લોન મંજૂરી પત્રો એનાયત

05 August 2021 01:31 PM
Morbi
  • મોરબીમાં બહેનોને 212 લાખના લોન મંજૂરી પત્રો એનાયત
  • મોરબીમાં બહેનોને 212 લાખના લોન મંજૂરી પત્રો એનાયત

2120 બહેનોને લાભ : મહિલાઓ આત્મનિર્ભર બની રાજયના વિકાસમાં સક્રિય ફાળો આપે-દિલીપકુમાર ઠાકોર

મોરબી, તા. 5
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વને પાંચ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે મોરબી જિલ્લામાં નારી ગૌરવ દિવસ નિમિત્તે એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે જિલ્લાની 322 મહિલા સ્વસહાય જૂથનો 322 લાખ રૂપિયાની લોનની મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારી શક્તિને વંદન કરી મંત્રી દિલીપકુમાર ઠાકોરે ઉપસ્થિત લાભાર્થીઓ મહિલાઓને સબંધોન કરતા જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર તમામ ક્ષેત્રે, તમામ સમાજનો સર્વાગી વિકાસ થાય તેના માટે કટિબદ્ધ છે. સમાજમાં મહિલાઓનું સ્થાન ઊંચુ લાવવા મહિલા ઉત્થાનની અનેક યોજનાઓ અમલમાં લાવીને ખરેખર નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે.

મહિલાઓ પગભર અને આત્મનિર્ભર બની રાષ્ટ્ર અને રાજયના વિકાસમાં સક્રિય ફાળો આપે તે માટે મહિલાઓને પ્રાધન્ય આપવામાં આવી રહયું છે. આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે, રાજય સરકાર નારીશકિતને દૈદીપ્યમાન કરવા માટે અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે. મહિલાઓને સ્થાનિક સ્વરાજયમાં 50 ટકા અનામતો લાભ ઐતિહાસિક નિર્ણય કરી મહિલા શકિતને આવકારી છે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ મહિલાઓની તમામ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહિલા સંગઠનના પ્રમુખ દિપીકાબેન સરડવાએ મહિલાઓ પંચાયતથી પાર્લામેન્ટ સુધી વિશિષ્ટ ભૂમિકા ભજવી રહી હોવાની જણાવી તમામ ક્ષેત્રે મહિલાઓને આગળ વધારવા રાજય સરકાર મદદ કરી રહી હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 212 સ્વસહાય જૂથ એટલે કે 2120 બહેનોને કુલ રૂ. 212 લાખ રૂપિયાની લોન મંજુરીના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરી વિસ્તોરની બહેનો માટે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ 110 સ્વસહાય જૂથોની 1100 બહેનોને 110 લાખ રૂપીયાની લોનના મંજુરી પત્રો અગ્રણીઓના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મહામંત્રી જયુભા જાડેજા, સંગિતાબેન રમેશભાઈ ભીમાણી, પ્રવીણભાઈ સોનાગરા, કુસુમબેન પરમાર, કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, એસપી એસ.આર. ઓડેદરા, નીતાબેન જોષી અધિકારી અને પદાધિકારીએ હાજર રહ્યા હતા.

મોરબી જીલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજનામાં 0 ટકાની લોન લઇ બહેનો પગભર થશે : લાભાર્થી
નારી ગૌરવ દિવસ નિમિત્તે મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લેતા ઉવર્શીબેન પટેલ જણાવે છે કે, મહિલા ઉત્કર્ષ યોજના થકી અમારા મન મંદિર સખી મંડળને એક લાખની સહાય મળી છે. આ સહાયનો ઉપયોગ કરીને અમે પોતાનો ધંધો ચાલુ કરીને રોજગારી મેળવી શકીશું. બીજા એક લાભાર્થી મઢવી આરતીબેન દાદુભાઇ જણાવે છે કે, સંઘવી મહિલા જૂથને પણ આ યોજનાનો લાભ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનું છું. બગથળા ગામના રહેવાસી અને એકતા મિશન મંગલ જૂથના પ્રુમખ પ્રવિણાબેન પ્રકાશભાઇ મેવા જણાવે છે કે અમે પણ મહિલા ઉત્કયર્ષ યોજનામાં 0 ટકાએ લોન લઇ બધી બહેનોને પગભર બનવા માંગીએ છીએ.


Loading...
Advertisement
Advertisement