મોરબીનાં શકત શનાળા ગામે દારૂ સાથે બે ઝડપાયા

05 August 2021 01:32 PM
Morbi Crime
  • મોરબીનાં શકત શનાળા ગામે દારૂ સાથે બે ઝડપાયા

મોરબી તા.5
મોરબી નજીકના શકત શનાળા ગામે રહેણાંક મકાનમાં દારૂની એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ઘરમાથી 60 બોટલ દારૂ સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 49200 નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એલ.સી.બી.ના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે શકત શનાળા ગામે અજયસિંહ વનરાજસિંહ ઝાલા (મુળ. પીપળીયારાજ) વાળાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી 60 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 4920ઑ ના મુદામાલ સાથે હાલમાં અજયસિંહ વનરાજસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ છનુભા ઝાલા રહે. શકત શનાળા વાળાને પકડી પડેલ છે અને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાથી પીએસઆઈ એન.બી.ડાભી, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદ્રકાંતભાઇ વામજા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા વિગેરેએ કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement