માળીયા(મી)ના વવાણીયામાં ભાઈ-ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનારા ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ

05 August 2021 01:33 PM
Morbi Crime
  • માળીયા(મી)ના વવાણીયામાં ભાઈ-ભત્રીજા ઉપર જીવલેણ હુમલો કરનારા ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ

મોરબી તા.5
માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા બે ભાઈઓ વચ્ચે ઠપકો આપવા બાબતે બોલાચાલી બાદ હુમલો કરતા વૃધ્ધ અને તેના દીકરાને રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની વૃદ્ધે માળીયા પોલીસ સ્ટેશને તેના ભાઈ સહિત પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.

વવાણિયા ગામે રહેતા માવજીભાઈ જીવાભાઇ મોરવાડિયા (60) અને બાવલાભાઈ માવજીભાઈ મોરવાડિયા કોળી (32) આ બંને ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં માવજીભાઈ જીવાભાઇ મોરવાડિયાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ સવજીભાઇ જીવાભાઇ રહે. વવાણીયા, રવિભાઇ સવજીભાઇ, મનસુખભાઇ મેરૂભાઇ થરેસા રહે. દેરાળા, નવઘણભાઇ બાબુભાઇ થરેસા રહે.દેરાળા અને રાજુભાઇ બાબુભાઇ થરેસા રહે. દેરાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમણે પોતાના નાના ભાઈ સાવજીને ઠપકો આપતા તે અને તેના દીકરાએ ઝગડો કર્યો હતો. ત્યારે સાવજીએ ફોન કરીને તેના સાળાઓને બોલાવ્યા હતા અને તેઓએ ગાળો આપતા ફરિયાદીના દીકરા બાવલાભાઇએ ગાળો આપવાની ના કહી હતી ત્યારે પાડતા આરોપી મનસુખભાઇ મેરૂભાઇ થરેસાએ બાવલાભાઇને પકડી રાખી અને નવઘણભાઇ બાબુભાઇ થરેસા તેમજ રાજુભાઇ બાબુભાઇ થરેસાએ છરીનાં ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હતી. પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ 307, 324, 323, 504, 506(2), 34 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement