મોરબીના જેતપર, ગાળા અને વાઘપર ગામમાં ગેસથી ખેતીના પાકને નુકશાન

05 August 2021 01:35 PM
Morbi
  • મોરબીના જેતપર, ગાળા અને વાઘપર ગામમાં ગેસથી ખેતીના પાકને નુકશાન

જમીનમાં છોડાતો ગેસ : તંત્ર ખેતરોની મુલાકાત લેશે

મોરબી તા.5
મોરબી તાલુકાનાં જેતપર, ગાળા, હરિપર, કેરાળા અને વાઘપર ગામે ગેસના લીધે ખેતરમાં ઉભા પાકને નુકશાની થઈ છે. આ ગામોની આજુબાજુમાં કારખાનામાં ચીમની મૂકીને ગેસ છોડવાના બદલે જમીનમાં ગેસ છોડવામાં આવે છે જેથી ખેતીના પાકને નુકશાની થયા છે. આ મુદે ગામના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જેથી આગામી દિવસોમાં ડાયગ્નોસ્ટિક ટીમને સાથે રાખીને ખેતરોની મુલાકાત લેવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે.

મોરબી તાલુકાનાં જેતપર, ગાળા, હરિપર, કેરાળા અને વાઘપર ગામે ખેતીના પાકને નુકશાની થયેલ છે જેથી કરીને આ ગામના આગેવાનો દ્વારા જીપીસીબીના અધિકારી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, જેતપર, વાઘપર તેમજ ગાળા ગામની આજુબાજુમાં ઔદ્યોગિક એકમો આવેલ સી હે જેમાં વપરાતો ગેસ ચીમની દ્વારા છોડવાનો હોય છે જો કે, ચીમનીને બદલે નીચે જમીન ઉપર ગેસ છોડી દેવામાં આવે છે જેથી કરીને આ ઝેરી ગેસથી ખેતીના પાકને નુકશાન થયું છે. કારખાનેદારને મળવા જતાં તેમણે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતુ જેથી ખેડૂતોના ખેતરોમાં પાકને થતાં નુકશાનને રોકવા માટેની માંગ કરવામાં આવી છે. જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા આગામી દિવસોમાં ડાયગ્નોસ્ટિક ટીમને સાથે રાખીને ખેતરોની મુલાકાત લેવામાં આવશે


Loading...
Advertisement
Advertisement