મોરબીમાં ટ્રાન્સપોર્ટરે અગાઉ કરેલી ફરિયાદને પાછી ખેંચી લેવા વ્હોટસએપ કોલ કરીને ધમકી

05 August 2021 01:38 PM
Morbi Crime
  • મોરબીમાં ટ્રાન્સપોર્ટરે અગાઉ કરેલી ફરિયાદને પાછી ખેંચી લેવા વ્હોટસએપ કોલ કરીને ધમકી

મોરબી તા.5
મોરબીની માળીયા ફાટક ચોકી પાસે ટ્રાન્સ્પોર્ટરના ફોન ઉપર વ્હોટસએપ કોલ કરીને અગાઉ કરેલી ફરિયાદને પાછી ખેંચી લેવા બાબતે ધમકી આપી વ્હોટસએપ ઉપર વોઇસ રેકોર્ડીંગ પણ મોકલાવ્યું હતું. જેથી ટ્રાન્સ્પોર્ટર દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ત્રાજપર ચોકડી પાસે એસ્સાર પંપ પાછળ રહેતા ટ્રાન્સ્પોર્ટર પ્રકાશભાઇ ખેંગારભાઇ ગોલતર જાતે ભરવાડ (ઉ.28)એ નવઘણ મોહનભાઇ બાંભવા અને ભરત આંબલીયા રહે. બન્ને તુલસીપાર્ક આનંદનગર શનાળા વાળાની સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. અગાઉ થયેલા ઝઘડા બાબતે આરોપીઓ સામે તેઓએ સિટી એ ડીવીજનમાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી છે આ ફરિયાદને પાછી ખેંચી લેવા બાબતે આરોપી ભરત આંબલીયાએ તેઓના ફોનમાં વ્હોટસએપ કોલ કર્યો હતો અને મેઘરાજભાઇને આરોપી નવઘણ બાંભવાએ વ્હોટસએપ ઉપર વોઇસ રેકોર્ડીંગ મોકલી હતી. ફરિયાદી તેમજ મેઘરાજભાઇને ભુંડી ગાળો આપી હતી ધમકી આપતા પોલીસે ટ્રાન્સ્પોર્ટર યુવાનની ફરિયાદ લઈને કલમ 507, 504, 114 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement