મોરબીના લાયન્સનગરમાં ગટર, લાઈટ અને ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ

05 August 2021 01:40 PM
Morbi
  • મોરબીના લાયન્સનગરમાં ગટર, લાઈટ અને ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ

મોરબી તા.5
મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ લાયન્સનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા દ્વારા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. હાલમાં ગટર, લાઈટ અને ઢોરની સમસ્યા વધી ગયેલ હોવાથી આ સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.

પાલિકા પ્રમુખના વોર્ડમાં આવતા શનાળા બાયપાસ પાસે લાયન્સનગર વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ બંધ અને રઝળતા ઢોર સહિતની સમસ્યા છે જેને ઉકેલવા પાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પ્રશ્ન ઉકેલતા નથી જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને વધુ એક વખત રજુઆત કરીને વરસો જૂની સમસ્યાઓને ઉકેવા માંગ કરી છે.


Loading...
Advertisement
Advertisement