ભાડાની મિલ્કતો ખાલી કરાવવા એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટ અને પાસા??!!

05 August 2021 01:42 PM
Ahmedabad Gujarat
  • ભાડાની મિલ્કતો ખાલી કરાવવા એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટ અને પાસા??!!

રાજય સરકારે ઘડેલા નવા કાયદાનો ઉપયોગ સામે હાઈકોર્ટનો પ્રશ્ર્ન

હાઈકોર્ટે સરકારને સીધો સવાલ પૂછયો: તો પછી તમામ સિવિલ દાવા ઉકેલવાનો શોર્ટ-કટ મળી જશે! બોટાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં પાસાનો આદેશ સસ્પેન્ડ: સરકાર-ગૃહ વિભાગને નોટીસ

અમદાવાદ: કોરોના સહિતના મુદે સરકારને સતત ટીકાનું કેન્દ્ર બનાવી રહેલી ગુજરાત હાઈકોર્ટે હવે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ તથા પ્રિવેન્સન ઓફ એન્ટી સોશ્યલ એકટીવીટી એકટ (પાસા) મુદે રાજય સરકારની સામે પ્રશ્ર્ન ઉભા કર્યા છે અને હવે ખાસ કરીને એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટને અસરકારક બનાવવા જે રીતે પાસાનો ઉપયોગ થઈ રહ્યો છે તેની સામે પણ પ્રશ્ર્ન ઉભા કર્યા છે.

રહેણાંકનું ભાડે મકાન ખાલી નહી કરનાર સામે પાસા લગાવવાના રાજય પોલીસના એકશન પર હાઈકોર્ટે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. મકાન માલીકે તેનું મકાન ખાલી નહી કરનાર સામે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ ફરિયાદ નોંધાવી પોલીસે તે સ્વીકારી અને ભારત સામે ‘પાસા’ નો ઉપયોગ કર્યો છે. બોટાદ પોલીસના ‘પાસા’ નો ભોગ બનનાર જગદીશ મહેતાએ હાઈકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો.

આ કેસમાં સુનાવણી બાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ મહેશ ઉપાધ્યાયે પાસાનો આદેશ સસ્પેન્ડ કર્યો હતો અને એવો ભય વ્યક્ત કર્યો કે મિલ્કત સંબંધી જે વિવાદો છે તે સિવિલ કોર્ટના છે પણ આ રીતે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ કે પાસાનો ઉપયોગ એ શોર્ટકટ બની જશે અને આ પ્રકારે મકાન માલીક ભાડુતનો વિવાદ કઈ રીતે લેન્ડ ગ્રેબીંગ બની શકે તે પણ પ્રશ્ર્ન ન્યાયમૂર્તિએ પૂછયો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે જે રીતે આ કેસનું બેકગ્રાઉન્ડ છે.

તેનાથી એક મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે કે સરકારે જે હેતુ માટે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ અમલી બનાવ્યો છે તેનો દૂરઉપયોગ તો નથી થઈ રહ્યોને! હાઈકોર્ટે આ મુદે ગૃહવિભાગ તથા રાજય સરકારને જવાબ આપવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે મકાન માલીક અને ભાડુઆતના વિવાદમાં સ્મોલ કોર્ટમાં જઈને ઉકેલી શકાય છે અને જો ભાડુઆત જે તે મિલ્કત ખાલી કરવાનો ઈન્કાર કરે તો તેની સામે પાસાનો ઉપયોગ પછી તમામ સિવિલ દાવાનો અંત આવી જશે અને મકાન માલીક એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટનો જ સહારો લેશે.

હાઈકોર્ટે જણાવ્યું કે લેન્ડગ્રેબીંગ એકટ એક સારો કાયદો છે અને જમીન પચાવી પાડવાનો ગુન્હો ગણવામાં આવ્યો છે. અને તેમાં પાસાનો ઉપયોગ હજુ પણ સ્વીકાર્ય બની શકે પણ ભાડાની મિલ્કતો ખાલી કરાવવા આ કાનૂનનો ઉપયોગ સામે હાઈકોર્ટ પ્રશ્ર્ન ઉઠાવે છે. હાઈકોર્ટે સરકારને તા.23 ઓગષ્ટ સુધીમાં તેનો જવાબ આપવા જણાવતા એ પણ પૂછયું કે તે શું કાનૂનના આ પ્રકારના ઉપયોગ સાથે સંમત છે?


Related News

Loading...
Advertisement
Advertisement