મોરબીમાં રિસામણે ગયેલ પત્નીને સાસરીયાએ પરત આવવા ન દેતા યુવાને ફીનાઇલ પીધું

05 August 2021 01:43 PM
Morbi Crime
  • મોરબીમાં રિસામણે ગયેલ પત્નીને સાસરીયાએ પરત આવવા ન દેતા યુવાને ફીનાઇલ પીધું

ટંકારાના જબલપુર ગામે યુવતીએ ફીનાઇલ ગટગટાવ્યું

મોરબી તા.5
મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે ગાંધી સોસાયટીમાં રહેતા કરણ પ્રવીણભાઇ પરમાર નામના 25 વર્ષીય યુવાને શ્રીજી સિરામિક લાલપર નજીક ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.

બાદમાં તેણે પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તેની પત્ની એકાદ વર્ષથી રિસામણે હોય અને તે પોતાની પત્નીને મળવા લાલપર ગયો હતો. તેની પત્નીને સાસુ-સસરા અને ભાઈ પરત આવવા દેતા ન હોય તે બાબતે માઠું લાગી આવવાથી કરણ પરમારે ફિનાઇલ પી લીધું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી છે. જ્યારે ટંકારાના જબલપુરમાં રહેતી હિમાંશીબેન કાનજીભાઈ પાણ નામની અઢાર વર્ષીય અપરિણીત યુવતીએ પણ તેના ઘેર કોઇ કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેરના વિનય રમેશભાઈ ભલસોડ નામના 25 વર્ષીય યુવાનને દરિયાલાલ હોટલ નજીક બાઈક અન્ય બાઈકની સાથે અથડાતા તેને અને સામેના બાઇકના ચાલક જીતેન્દ્ર વરસિંગ કેરવાડીયા (20) રહે.રાતાભેર તા.હળવદને પણ ઇજા પહોંચી હોય ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવાયો છે. જયારે મોરબી મહેન્દ્રપરા શેરી નંબર-10 માં રહેતા મનહર નરસીભાઈ હડીયલ (ઉમર 22)નું બાઈક સ્લીપ થઈ જતા ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.

યુવાન સારવારમાં
ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતો જીતેન્દ્ર પ્રાણજીવનભાઈ જાડેજા નામનો 33 વર્ષીય યુવાન સુપર ટોકીઝ પાસેથી એકટીવા લઈને જતો હતો ત્યારે રસ્તા ઉપરના ખાડાના લીધે એકટીવા પલ્ટી મારી જતા જીતેન્દ્રને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement