વાંકાનેરનાં માટેલ પાસેથી 8 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

05 August 2021 01:46 PM
Morbi Crime
  • વાંકાનેરનાં માટેલ પાસેથી 8 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

શકત શનાળા ગામે મારામારીમાં બેને ઇજા

મોરબી તા.5
વાંકાનેર તાલુકાનાં માટેલ ગામથી જામસર ગામ તરફ જતા રસ્તેથી બાઈક લઈને પસાર થતાં બે યુવાનોને રોકીને પોલીસે તેની તલાસી લેતા તેઓની પાસેથી 8 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને બાઇક મળીને 37,400 ના મુદામાલ સાથે બંને શખ્સોની અટકાયત કરેલ છે.

માટેલ ગામેથી જામસર ગામ તરફ જતા રસ્તેથી બાઈક લઈને પસાર થતાં બે યુવાનો પાસેથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે પ્રકાશભાઇ ઉર્ફે પકો ગોરધનભાઇ વીરોડીયા જાતે કોળી (ઉ.19) રહે. માટેલ તા.વાંકાનેર અને પંકજભાઇ બાબુભાઇ નંદાસીયા જાતે કોળી (ઉ.19) રહે.વરડુસર તા.વાંકાનેર બાઇક નં.જીજે 36 કયું 2809 કિંમત રૂા.35,000 અને શીલ પેક દારૂની આઠ બોટલ કિંમત રૂા.2400 આમ કુલ રૂા.37,400 ના મુદામાલ સાથે બંનેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મારામારીમાં ઇજા
શકત શનાળા ગામે થયેલ મારામારીના જીવરાજભાઈ ખીમજીભાઈ ખટાણા રબારી (38) તેમજ જોયોત્સનાબેન જીવરાજ ખટાણા (35) નામના દંપતીને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે જુના નાગડાવાસ ગામના રહેવાસી રાજ દેવાયતભાઈ ખાંભરા નામના 24 વર્ષીય યુવાને ટીંબડીના પાટીયે આવેલ અવધ કોલ કોર્પોરેશન નામના યુનિટમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા
હળવદ ઈશ્ર્વરનગર ગામે રહેતો જયેશ લાભુભાઇ કૈલા નામનો 25 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઇ જતાં સારવારમાં આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો. જ્યારે અજંતા ક્લોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં પ્રદીપ વાલજીભાઈ નામના 37 વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement