જુનાગઢ પ્લાસવા ગામે અઢી માસ પૂર્વે કેરીના બોકસ ચોરનાર પાંચ ઝડપાયા

05 August 2021 01:49 PM
Junagadh Crime
  • જુનાગઢ પ્લાસવા ગામે અઢી માસ પૂર્વે  કેરીના બોકસ ચોરનાર પાંચ ઝડપાયા

‘આપ’ આગેવાનનાં ફાર્મમાંથી 40 બોકસ કેરી ઉઠાવી હોવાની કબુલાત

જુનાગઢ, તા. 5
જુનાગઢ રહેતા બે પ્લાસવાની સીમમાં બગીચો ધરાવતા આપના આગેવાનના બગીચામાંથી 40 બોકસ કેરી ચોરી કરનાર એકને પોલીસે દબોચી લીધો હતો. કુલ પાંચ તહોમતદારોને કેરી ખાવાનું મન થતા આ ચોરી કર્યાનું કબુલ્યુ હતું. કેરીના બોકસ સાથે 4 ખુરશી પણ સાથે લઇ ગયા હતા.

આ ચોરી આપના આગેવાન અતુલભાઇ શેખડાની વાડીમાં થવા પામી હતી. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ચોરી કરવામાં સંડોવાયેલ સોનારડીનો બોદુ ઉર્ફે આસીફ અબુ પલેજાને દબોચી લીધો હતો. તેની કડક પુછપરછમાં તે પોપટ બની ગયો હતો. ગત તા. 20-5-21ના તે પોતાની વાડીએ હતો ત્યારે રાત્રીના 10ના સુમારે તેની બાજુમાં રહેતા મુસ્તાક આમદ પલેજા, કાદર હસન પલેજા, ઇમ્તીહાસ ઇસા સાંધ અને અનિષ ઇસ્માઇલ સાંધ વાડીએ આવેલ તેઓને કેરી ખાવાનું મન થતા તેની વાડીથી થોડે દુર કેરીના બગીચામાં કેરી તોડવા ગયેલ કેરી તોડતા તોડતા વાડીની ઓરડી પાસે કેરીના બોકસ જોવા મળતા અને કોઇ હાજર ન હતું તેથી 40 બોકસ ત્યાંથી ચોરી કરી હતી 4 ખુરશી પણ ચોરી કરી લઇ લીધાનું કબુલ્યુ હતું.

ખુરશી કાદર અને મુસ્તાક લઇ ગયા હતા. આકરી પુછપરછમાં ઇવનગરની વાડીમાંથી એ.સી.ની પણ ચોરી કર્યાનું કબુલ્યુ હતું. આરોપીને તાલુકા પોલીસને હવાલે કરી દીધો હતો જયારે અન્ય ચારને પકડી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement